Get The App

રશિયન પ્રમુખ પુતિન આજથી બે દિવસ ભારતની મુલાકાતે, બંને દેશોની ભાગીદારી મજબૂત કરશે

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
રશિયન પ્રમુખ પુતિન આજથી બે દિવસ ભારતની મુલાકાતે, બંને દેશોની ભાગીદારી મજબૂત કરશે 1 - image


PM Modi and Putin News  :  રશિયન પ્રમુખ પુતિન ભારતના બે દિવસના પ્રવાસે આજે આવશે. તેઓ ગુરુવારે સ્થાનિક સમય મુજબ સાડા ચાર વાગે ભારત આવશે તેમ મનાય છે અને સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડિનર કરશે. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને  આર્થિક ભાગીદારી માટે પુતિનની યાત્રાને અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. અગાઉ મોદી જુલાઈમાં રશિયા ગયા હતા.

બંને દેશ વચ્ચેની મંત્રણામાં સંરક્ષણ ક્ષેત્રે સહયોગ અને નાના મોડયુલર રિએક્ટરોના નિર્માણમાં સહયોગ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર રહે તેવી સગવડ છે. તેના પછી તે રાજઘાટની મુલાકાત લેશે. શુક્રવારના રોજ પુતિન ભારત-રશિયા વચ્ચેની 23મી શિખર પરિષદના આવકાર સમારંભમાં ભાગ લેશે. તેના પછી પીએમ મોદી હૈદરાબાદ હાઉસમાં તેમના માટે લંચ યોજશે. શિખર પરિષદ પછી પુતન રશિયન પ્રસારણકારે શરૂ કરેલી નવી ઇન્ડિયા ચેનલ લોન્ચ કરશે. અંતે તે પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુએ તેમના સન્માનમાં યોજેલા ડિનરમાં ભાગ લેશે. 

ભારત-રશિયા વચ્ચેનો વ્યાપાર 65 અબજ ડોલરનો છે, પણ રશિયા ભારતમાંથી ફક્ત પાંચ અબજ ડોલરની જ આયાત કરતું હોવાથી વેપારખાધમાં ઘટાડો પણ ચર્ચાનો વિષય રહેશે. રશિયાએ ભારતને હૈયાધારણ આપી છે કે તે તેના પર ચોક્કસ પગલાં લેશે. ભારતીય દવાઓની રશિયામાં નિકાસમાં વધારો થઈ શકે છે. અમેરિકાએ હાલમાં ભારત પર 50 ટકા ટેરિફ નાખ્યો છે તેને લઈને ભારતની ચિંતાઓનું પણ રશિયા સમાધાન કરશે.

પુતિનની મુલાકાતને લઈને ભારતમાં પાંચ સ્તરનો સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે. પુતિનની સલામતી માટે રશિયાના ચાર ડઝનથી વધુ ટોપ સિક્યોરિટી ઓફિસર પહેલા જ દિલ્હી પહોંચી ગયા છે. રશિયાની પ્રેસિડેન્સિયલ સિક્યોરિટી સર્વિસના હાઈ ટ્રેન્ડ ઓફિસર, ભારતના નેશનલ સિક્યોરિટી ગાર્ડના ટોચના કમાન્ડો, સ્નાઇપર્સ, ડ્રોન, જેમર અને એઆઈ મોનિટરિંગ આ પાંચ સ્તરના સુરક્ષા ઘેરામાં સ્થાન પામે છે. 

દિલ્હી પોલીસ અને એનએસજીના અધિકારીઓની સાથે મળીને આ અધિકારી રશિયન  પ્રમુખનો કાફલો જે રસ્તે પસાર થવાનો છે તે દરેક રસ્તાને સેનિટાઇઝ કરી રહ્યા છે. તેમા પણ ખાસ કરીને ડ્રોન સુનિશ્ચિત કરશે કે રાષ્ટ્રપતિની સલામતી માટે બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમની નજર દરેક સમયે તેમના કાફલા પર રહે. એઆઈ મોનિટરિંગ અને ફેસિયલ રેકગ્નિશન કેમેરા પુતિનની સિક્યોરિટી માટે મોટાપાયા પર ગોઠવેલા હાઈટેક કેમેરાના કેટલાક ઇક્વિપમેન્ટ છે.

આ ઉપરાંત પુતિન જે હોટેલમાં ઉતરવાના છે તેને સેનેેટાઇઝ કરવામાં આવી છે. પાંચ સ્તરના સિક્યોરિટી રિંગમાં પુતિનના આગમન સાથે જ પ્રથમ સ્તર એક્ટિવ થઈ જશે. પુતિન જે હોટેલમાં ઉતરવાના છે તે આખી હોટેલ સેનેટાઇઝ કરવામાં આવી છે. પુતિન પોતાના ખાવામાં ઝેરની ચકાસણી માટે એક લેબની સાથે ટ્રાવેલ કરે છે. તે હોટેલ સ્ટાફનો ઉપયોગ કરતાં નથી. તેના પોતાના શેફ અને હાઉસકીપિંગ રશિયાથી આવે છે. એક એડવાન્સ્ડ સિક્યોરિટી ટીમ મહિના પહેલાં જ હોટેલની ચકાસણી કરે છે. પુતિન ઇલ્યુશિન આઇએલ-96-300 પીયુમાં પ્રવાસ કરે છે. આ પ્લેનમાં એડવાન્સ્ડ કમ્યુનિકેશન, મિસાઇલ પ્રોટેકશન, મીટિંગ રૂમ, જિમ તથા મેડિકલ સગવડ છે. તેમા ઇમરજન્સી ન્યુક્લિયર કમાન્ડ પણ છે,ે જે પુતિનને પ્લેન હવામાં હોય તો પણ હુમલ કરવાની મંજૂરી આપે છે. આ પ્લેન રોકાયા વગર 11000 કલાક સુધી ઉડી શકે છે. તેમા ૨૬૨ લોકોન બેસવાની ક્ષમતા છે. 

Tags :