55 વ્યક્તિઓ સાથેનું રશિયન વિમાન પૂર્વ આમુર વિસ્તારમાં તૂટી પડયું
- અંગારા નામક કંપનીનું વિમાન ટીન્ડા જતું હતું સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે તમામના મોત થયા હતાં
વ્લાદીવોસ્ટોક : સાઇબિરીયાની કંપની અંગારાની માલિકીનું એક વિમાન પૂર્વ આમુર વિસ્તારમાં તૂટી પડતાં વિમાનમાં રહેલા ક્રૂ-મેમ્બર્સ સહિત તમામ પચાસે પચાસનાં મૃત્યુ થયા હતા. આ વિમાન ટીન્ડા શહેર તરફ જતું હતું. વિમાનમાં ૪૯ મુસાફરો તથા બે પાયલોટસ અને ૪ પરિચારક, પરિચારીકાઓ હતાં.
આ માહિતી આપતાં સ્થાનિક મિડીયાએ જણાવ્યું હતું કે તે તમામના પંચાવન વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાની ભીતિ રહેલી છે.
ચીનની સરહદ પાસેના આમુર નદી વિસ્તારમાં આ વિમાન તૂટી પડયું હતું. તે અંગે તે પ્રદેશના ગવર્નર વાસિવી ઑર્બોએ કહ્યું હતું કે, તે વિમાન પડી ગયું તે પૂર્વે કેટલાક સમયથી વિમાન રડાર ઉપરથી પણ દૂર થયું હતું. તેમજ વિમાન ગૃહ સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો.
આ દુર્ઘટનાની માહિતી મળતાં રશિયન સત્તાવાળાઓએ રશિયન સિવિલ ઓથોરિટી રોઝાવિયાલિકનું એમ.આઈ. ૮ પ્રકારનું હેલિકોપ્ટર પણ મોકલ્યું હતું. તેણે ઘટના સ્થળેથી ધૂમાડા નીકળતા જોયા, આથી વધુ કહેવાની જરૂર રહી નહીં.