રશિયન જેટે યુક્રેનમાં ઘૂસી કર્યા ધડાધડ હુમલા, ચારના મોત, 20ને ઈજા, બિલ્ડિંગમાં ભીષણ આગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia-Ukraine War : રશિયન સેનાએ આજે (25 ઓક્ટોબર) યુક્રેનમાં ઘૂસીને આડેધડ હુમલા કર્યા છે. રશિયન સેનાએ યુક્રેન પર મિસાઈલો અને ડ્રોન વડે મોટો હવાઈ હુમલો કર્યો છે, જેમાં દેશભરમાં ચાર લોકોનાં મોત થયાં અને 20 લોકો ઘાયલ થયા. આ હુમલામાં રાજધાની કિવમાં જ બે લોકો માર્યા ગયા અને 13 ઘાયલ થયા.
રાજધાની કીવમાં બિલ્ડિંગમાં ભીષણ આગ
કિવના મેયર વિતાલી ક્લિત્સકોએ કહ્યું કે, રાજધાની પર બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. રિપોર્ટ મુજબ, પૂર્વ નિપ્રોપેટ્રોવ્સ્ક વિસ્તારમાં બે લોકોના મોત અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીં રહેણાંક મકાનોને ભારે નુકસાન થયું છે.

વધુ હથિયારો આપવા યુક્રેનની માંગ
યુક્રેનની વાયુસેનાએ કહ્યું કે, રશિયાએ નવ મિસાઇલો અને 62 ડ્રોન વડે હુમલો કર્યો હતો, જેમાંથી મોટાભાગનાને આકાશમાં નષ્ટ કરી દેવાયા છે. હાલ બ્રિટનની મુલાકાતે ગયેલા યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલાઓ બાદ પશ્ચિમી સહયોગી દેશો પાસે ફરી એકવાર વધારાની એર ડિફેન્સ સિસ્ટમ સપ્લાય કરવાની માંગ કરી છે.








