World

ઈરાનનો છાનામાના પરમાણુ બોંબ બનાવવાનો પ્લાન ! IAEA સાથે સંબંધો તોડ્યા, રશિયાને પડ્યો વાંધો

By GS TEAM
26 Jun 20252 mins read
TukuTouch Logo
ઈઝરાયલ-અમેરિકાને ઈરાન સાથે વાંધો પડ્યો હતો, જોકે હવે રશિયાને પણ ઈરાનથી વાંધો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. વાસ્તવમાં ઈરાનની સંસદમાં આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી (IAEA) સાથે સંબંધો તોડવા માટેનું વિધેયક પસાર કરવામાં આવ્યું છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે, ઈરાને છાનામાના પરમાણુ બોંબ બનાવવાનો પ્લાન બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધેયક પસાર થયા બાદ રશિયા તરફથી નિવેદન સામે આવ્યું છે. રશિયાએ ઈરાનને કહ્યું છે કે, તે આઈએઈએ સાથે સંબંધો ચાલુ રાખે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનનો છાનામાના પરમાણુ બોંબ બનાવવાનો પ્લાન ! IAEA સાથે સંબંધો તોડ્યા, રશિયાને પડ્યો વાંધો

Iran-Russia Relations : ઈઝરાયલ-અમેરિકાને ઈરાન સાથે વાંધો પડ્યો હતો, જોકે હવે રશિયાને પણ ઈરાનથી વાંધો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. વાસ્તવમાં ઈરાનની સંસદમાં આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી (IAEA) સાથે સંબંધો તોડવા માટેનું વિધેયક પસાર કરવામાં આવ્યું છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે, ઈરાને છાનામાના પરમાણુ બોંબ બનાવવાનો પ્લાન બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધેયક પસાર થયા બાદ રશિયા તરફથી નિવેદન સામે આવ્યું છે. રશિયાએ ઈરાનને કહ્યું છે કે, તે આઈએઈએ સાથે સંબંધો ચાલુ રાખે.

ઈરાને IAEA સાથે સંબંધો તોડ્યા

ઈરાન વર્ષોથી પરમાણુ સમૃદ્ધ દેશ બનવાની ઈચ્છા ધરાવે છે, તેથી તે અનેક વખત પ્રયાસ પણ કરી ચુક્યું છે. તાજેતરમાં જ તેણે પરમાણુ પ્રોજેક્ટની પ્રક્રિયા શરૂ કરી હતી, જે મામલે ઈઝરાયલ-અમેરિકાએ વાંધો ઉઠાવી તેના પર હુમલા કર્યા હતા, જેના કારણે ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ અટકાવી દીધો હતો. આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી (IAEA) પરમાણુ કાર્યક્રમ દેખરેખ રાખવાની કામગીરી કરે છે, તેથી ઈરાને IAEA સાથે સંબંધો તોડવાનો નિર્ણય લીધો છે.

ઈરાને IAEA સાથે સંબંધો ચાલુ રાખે : રશિયા

ઈરાનની સંસદમાં IAEA સાથેની ભાગીદારીને રદ કરવા માટેનું વિધેયક પસાર કર્યું છે. જો આ લાગુ થશે તો ઈરાન છાનામાના, કોઈની પણ દેખરેખ વગર પરમાણુ બોંબ બનાવી શકે છે. વિધેયક મામલે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ગુરુવારે (26 જૂન) કહ્યું કે, ‘રશિયા ઈચ્છે છે કે, ઈરાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી સાથે સહયોગ ચાલુ રાખે. ઈરાનની સંસદ પાસે કાર્યકારી શક્તિ નથી, તેથી તેમનો નિર્ણય સલાહકાર પ્રકૃતિનો છે. અમે ઈચ્છીએ છીએ કે, દરેક લોકો ઈરાનના સર્વોચ્ચ નેતાનું સન્માન કરે. ખામેનેઈએ વારંવાર કહ્યું છે કે, ઈરાન પરમાણુ બનાવવાની કોઈ યોજના ધરાવતું નથી, યોજના બનાવશે પણ નહીં.’

આ પણ વાંચો : અમેરિકા વચ્ચે આવ્યું, નહીંતર ઈઝરાયલનો ખાતમો કરી નાંખ્યો હોત', ઈરાનના સુપ્રીમ લીડરે કરી જીતની જાહેરાત

ઈરાન IAEAથી નારાજ થઈને વિધેયક લાવી

ઈઝરાયલ-અમેરિકાએ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોંબમારો કર્યો હતો, જેના કારણે ઈરાન IAEAથી નારાજ થઈને આ વિધેયક લાવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. ઈરાને IAEA સાથે સંબંધો તોડવા માટેનું કારણ પણ જણાવ્યું છે. તેણે કહ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી ઈરાન પર હુમલા અટકાવવામાં અને હુમલાની નિંદા કરવામાં નિષ્ફળ ગઈ છે.’

ઈઝરાયલ-અમેરિકા ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા અટકાવવા માગતું હતું, તેથી બંને દેશોએ તેના પર હુમલા કર્યા હતા. જોકે ઈરાને આવો કોઈપણ ઈરાદો હોવાનો ઈન્કાર કર્યો છે. ઈરાન સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા રશિયાએ અમેરિકાના હુમલાની ટીકા કરી હતી અને કહ્યું છે કે, ‘તેહરાનને શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જા કાર્યક્રમ પર કામ કરવાનો અધિકાર છે.’

આ પણ વાંચો : બ્રાઝિલે PM મોદીને સ્પેશિયલ ડીનરનું આમંત્રણ આપતા ચીન નારાજ ! બ્રિક્સ સમિટમાં નહીં જાય જિનપિંગ