- ગાઝા, યુક્રેન શાંત થતાં હવે તાઇવાન પર ધ્યાન કેન્દ્રિત કરાશે
- આશ્ચર્ય થશે કે રશિયા યુક્રેન શાંતિ-મંત્રણામાં પ્રગતિ થઈ રહી છે, પરંતુ ઘણું સારૂં બનવાનું છે- 'ગોડ-બ્લેસ-અમેરિકા'
વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એવો સંકેત આપ્યો હતો કે, યુક્રેન અને રશિયા શાંતિ સમજૂતીની નજીક પહોંચી ગયા છે. આથી છેલ્લાં અઢી વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલાં આ યુદ્ધ અંગે કશું સારૂં બની રહેવાનું છે.
પ્રમુખ ટ્રમ્પે તેઓના ટ્રુથ સોશ્યલ પર લખ્યું : 'ખરેખર તે શક્ય છે કે રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધી મંત્રણામાં પ્રગતિ થઈ શકે છે... ?' જ્યાં સુધી તે શક્ય ન બને (શાંતિ ન સ્થપાય) ત્યાં સુધી તમો તે માનવા તૈયાર જ નહીં થાવ. પરંતુ તમો તે નજરે જોઈ શકશો કે (તે અંગે) કશું ઘણું સારૂં બનવાનું છે, 'ગોડ-બ્લેસ-અમેરિકા'.
રસપ્રદ બાબત તો તે છે કે, રશિયા સાથેનાં યુદ્ધમાં યુક્રેને જરા પણ કૃતજ્ઞાતા નહીં દર્શાવતા પ્રમુખ ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીની ઉગ્ર ટીકા કર્યા પછીના બીજા દિવસે જ પ્રમુખ ટ્રમ્પે આમ કહેતાં આશ્ચર્ય થાય તે સહજ છે. તે ઉપરાંત પ્રમુખ ટ્રમ્પે 'ટ્રુથ-સોશ્યલ' પર લખ્યું હતું કે, 'મને વારસામાં તેવું યુદ્ધ મળ્યું છે કે જે થવું જ જોઈતું ન હતું. કારણ કે તે યુદ્ધમાં તો બધા જીવ ગુમાવે છે, અને લાખ્ખો લોકો અકારણ મૃત્યુ પામે છે.'
ટ્રમ્પના આ વિધાનો પછી ઝેલેન્સ્કીએ ટ્રમ્પ અને તેઓના યુરોપીય સાથીઓનો આભાર માન્યો હતો, વિશેષત: પ્રમુખ ટ્રમ્પનો પણ વ્યક્તિગત આભાર માનવા સાથે દરેક અમેરિકનોનો પણ અંતરથી આભાર માન્યો હતો.
ટ્રમ્પે પ્રમુખપદ સંભાળ્યું ત્યારથી યુક્રેન યુદ્ધ બંધ કરાવવા પ્રયત્નો કરી રહ્યાં હતાં. ઓગસ્ટ મહિનામાં તેઓ પ્રમુખ પુતિનને આલાસ્કામાં મળ્યા હતા અને યુક્રેન પર આક્રમણ બંધ કરવા અનુરોધ કર્યો હતો, તે પછી હંગેરીમાં પણ તેઓ પુતિનને મળ્યા હતા તે બધા પ્રયત્નોનું આ શુભ પરિણામ છે. કેટલાક નિરીક્ષકો માને છે કે ગાઝા તેમજ યુક્રેન બંધ કરાવવા અમેરિકા માટે અનિવાર્ય હતું કારણ કે તે હવે તાઇવાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.


