Get The App

રશિયાએ યુક્રેનના બે મોટાં શહેરોને ઘેર્યાં : બુધવારે 'ડીફેન્સ વૉલ' તોડી નાખી : પુતિને શરણાગત થવા તેમને કહ્યું

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
રશિયાએ યુક્રેનના બે મોટાં શહેરોને ઘેર્યાં : બુધવારે 'ડીફેન્સ વૉલ' તોડી નાખી : પુતિને શરણાગત થવા તેમને કહ્યું 1 - image


- રશિયા- યુક્રેન યુદ્ધ સતત તીવ્ર બનતું જાય છે : પ્રોકોલસ્ક અને કુલિયાંસ્ક શહેરોમાં યુક્રેની સૈનિકો ઘેરાઈ ગયા છે

મોસ્કો : રશિયા- યુક્રેન યુદ્ધ સતત તીવ્ર બનતું જાય છે : રશિયા યુક્રેન ઉપર ભારે પડી રહ્યું છે બુધવારે રશિયન સૈનિકોએ સંરક્ષણ દિવાલ તોડી યુક્રેનના બે શહેરો પ્રોકોવસ્ક અને કુલિયાંસ્કમાં યુક્રેની સૈનિકોને ઘેરી લીધા છે પુતિને તેમને શરણાગત થવા એલાન આપ્યું છે.

રશિયા કહે છે કે, પૂર્વના દોનેત્સક પ્રાંતના પ્રોકોલસ્ક અને ઉત્તર- પૂર્વ ખાડીય ક્ષેત્રના રેલ જંક્શન કુપીયાંસ્કમાં તેની સેનાએ યુક્રેની સૈનિકોને ઘેરી લીધા છે. બીજી તરફ યુક્રેનના ઇસ્ટર્ન કમાન્ડના પ્રવક્તા હીરોકી શામોવાલે કહ્યું હતું કે, પ્રોકોવસ્કમાં પરિસ્થિતિ કઠોર છે પરંતુ કાબુમાં છે.

એક પોસ્ટથી માહિતી મળી છે કે, યુક્રેન પરિસ્થિતિ છુપાવવા પ્રયત્ન કરે છે ઘેરાના દાવાને નકારવા છતાં યુક્રેની સેનાના ૭મા રેપિડ એક્શન કોર્પે સ્વીકાર્યું હતું કે, કેટલાક રશિયન સૈનિકો પ્રોક્કોવસ્કમાં ઘૂસવામાં સફળ રહ્યા છે.

બુધવારે જ પુતિને સંકેત આપ્યો હતો કે બંને શહેરોમાં હાજર યુક્રેની સૈનિકોના આત્મ સમર્પણ સામે કોઈ અન્ય પ્રસ્તાવ તેમના તરફથી આવે તો પણ તે સ્વીકાર્ય નહીં બને.

પોતાના દાવાની પુષ્ટિ કરતાં પ્રમુખ પુતિને પત્રકારોને તે વિસ્તારની મુલાકાત લેવાનું કહ્યું છે. આ પૂર્વે તા. ૨૪મીએ કીમ જોંગ ઉન અને પુતિને ડૉનાલ્ડ ટ્રમ્પને કહી દીધું હતું કે, દબાણથી તેઓ ઝુકવાના નથી.

Tags :