Get The App

કોરોનાની રસી શોધવામાં રશિયાને સફળતા : સેચેનોવ યુનિ.નો દાવો

- વિશ્વમાં સૌ પ્રથમવાર અનેક પરીક્ષણો બાદ

- સલામતીની દ્રષ્ટિએ રસીના બધા પાસાઓની તપાસ કરી લેવાઈ છે, આ રસી ટૂંક સમયમાં બજારમાં રજૂ કરાશે : સેચેનોવ યુનિ.

Updated: Jul 12th, 2020

GS TEAM

Google News
Google News
કોરોનાની રસી શોધવામાં રશિયાને સફળતા :  સેચેનોવ યુનિ.નો દાવો 1 - image


(પીટીઆઈ) મોસ્કો, તા. 12 જુલાઇ, 2020, રવિવાર

કોરોનાની રસી બનાવવામાં રશિયાએ બાજી મારી લીધી છે. રશિયાની સેચેનોવ યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાઈરસ માટે રસી તૈયાર કરી લીધી છે. યુનિવર્સિટીનું કહેવું છે કે રસીના બધા પરીક્ષણો સફળતાપૂર્વક પૂરો કરી લેવાયા છે.

આ દાવો સાચો નીકળે તો આ કોરોના વાઈરસની પહેલી રસી હશે. જોકે, અમેરિકા સહિત દુનિયાના તમામ વિકસિત રાષ્ટ્રો કોરોના પર રસી તૈયાર કરવામાં લાગેલા છે. અનેક તો ટ્રાયલના સ્તરે જ નિષ્ફળ ગયા હતા, પરંતુ રશિયાએ પહેલી રસી બનાવવાની જાહેરાત કરીને બાજી મારી લીધી છે.

ઈન્સ્ટિટયૂટ ફોર ટ્રાન્સલેશનલ મેડિસિન એન્ડ બાયોટેક્નોલોજીના નિદેશક વદિમ તરાસોવે કહ્યું કે યુનિવર્સિટીએ 18મી જૂને રશિયાની ગેમલી ઈન્સ્ટિટયૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી દ્વારા બનાવાયેલ રસીનું પરીક્ષણ શરૂ કર્યું હતું.

તારાસોવે કહ્યું કે સેચેનોવ યુનિવર્સિટીએ કોરોના વાઈરસ વિરૂદ્ધ દુનિયાની પહેલી રસીના સ્વયં સેવકો પર સફળતાપૂર્વક પરીક્ષણ પૂરૂં કરી લીધું છે. સેચેનોવ યુનિવર્સિટીમાં ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ પેરાસિટોલોજી, ટ્રોપિકલ એન્ડ વેક્ટર-બોર્ન ડિસીસના નિદેશક એલેક્ઝાન્ડર લુકાશેવના જણાવ્યા મુજબ આ સંપૂર્ણ અભ્યાસનો આશય માનવ સ્વાસ્થ્યની સલામતી માટે કોવિડ-19ની રસી સફળતાપૂર્વક તૈયાર કરવાનો હતો.

લુકાશેવે સ્પુતનિકને જણાવ્યું કે સલામતીની દૃષ્ટિએ રસીના બધા પાસાઓની તપાસ કરી લેવાઈ છે. લોકો માટે તે ટૂંક સમયમાં બજારમાં રજૂ કરાશે. તારસોવે કહ્યું કે સેચેનોવ યુનિવર્સિટીએ માત્ર એક શૈક્ષણિક સંસૃથાનના રૂપમાં જ નહીં, પરંતુ એક વૈજ્ઞાાનિક અને ટેકનિકલ અનુસંધાન કેન્દ્રના રૂપમાં પણ પ્રશંસનીય કામ કર્યું છે.

કોરોના મહામારીની સિૃથતિમાં દવા જેવી મહત્વપૂર્ણ અને જટિલ ઉત્પાદનોના નિર્માણમાં પણ તે સક્ષમ છે. તેમણે કહ્યું કે અમે કોરોના રસીની સાથે કામ કરવાનું શરૂ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ટ્રાયલમાં સ્વયંસેવકોના બીજા જૂથને 20 જુલાઈના રોજ રજા અપાશે. અમેરિકન કંપની મોડર્નાનો દાવો છે કે તે ટૂંક સમયમાં જ કોરોના રસી બનાવી લેશે.

મોડર્નાનું કહેવું છે કે આ રસીના કારણે કોઈપણ વ્યક્તિને કોરોનાનો ચેપ નહીં લાગી  શકે, કારણ કે તેમાં કોરોના વાઈરસ હાજર નથી હોતા. 18મી મેએ મોડર્નાએ જાહેરાત કરી હતી કે ફેઝ-1 ટ્રાયલમાં તેના પરિણઆમ સકારાત્મક આવ્યા છે. એમઆરએનએ-1273 રસીને અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલૃથ અને મોડર્ના કંપનીએ તૈયાર કરી છે.

Tags :