સેંકડો ડ્રોન અને મિસાઈલો સાથે રશિયા યુક્રેન પર તૂટી પડ્યું, સૌથી મોટા હુમલામાં 13ના મોત
Russia vs Ukrain War Updates : રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં દેશના વિવિધ શહેરો પર 367 ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવ્યા. આ ભયાનક હુમલામાં ઝાયટોમીરમાં ત્રણ બાળકો સહિત 13 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક ડઝન લોકો ઘાયલ થયા છે. કિવ, ખાર્કિવ, માયકોલાઈવ, ટેર્નોપિલ અને ખમેલનિત્સ્કી જેવા મોટા શહેરોને નિશાન બનાવીને આ હુમલા કરાયા હતા.
‼️ Russia’s overnight drone and missile attack on Ukraine: at least 13 dead, over 50 injured
— NEXTA (@nexta_tv) May 25, 2025
🇺🇦 One of the most massive assaults in recent months targeted multiple regions across the country. Ukrainian officials report that Russia used 14 ballistic missiles and up to 250 drones.… pic.twitter.com/zcyV5W3SXG
અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો
આ યુદ્ધનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો માનવામાં આવે છે. જોકે યુક્રેનિયન વાયુસેનાએ 266 ડ્રોન અને 45 મિસાઇલો તોડી પાડી હોવાનો દાવો કર્યો હતો પરંતુ તેમ છતાં, ઘણા એપાર્ટમેન્ટ, ઇમારતો અને માળખાગત સુવિધાઓને ગંભીર નુકસાન થયું હતું.
ઝેલેન્સકી અમેરિકા પર ભડક્યાં
રાજધાની કિવમાં 11 લોકો ઘાયલ થયા હતા, જ્યારે ખમેલનિત્સ્કીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. અગાઉ શુક્રવારે થયેલા ભયાનક ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલ હુમલાના થોડા સમય પછી આ હુમલો થયો છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકાના નબળા પ્રતિભાવની ટીકા કરી છે અને રશિયા સામે કડક પ્રતિબંધો લાદવાની હાકલ કરી છે.