Get The App

યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, આખા દેશમાં વીજળી ગુલ, 2ના મોત

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, આખા દેશમાં વીજળી ગુલ, 2ના મોત 1 - image
Image Source: Envato (File Photo)

Ukraine in BLACKOUT: યુક્રેનના ઉર્જા માળખા પર રશિયા સતત મોટા પ્રમાણમાં હુમલા કરી રહ્યું છે. ત્યારે રશિયાના વધુ એક હુમલા બાદ ગુરુવારે (30 ઓક્ટોબર) યુક્રેનના તમામ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. યુક્રેનમાં અંધારપટ છવાતા યુક્રેનના વડાપ્રધાને મોસ્કોની આ રણનીતિને 'સુનિયોજિત ઉર્જા આતંક' ગણાવી.

અધિકારીઓના અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા અને 17 લોકો ઘાયલ થયા છે, જેમાં 2 થી 16 વર્ષના બાળકો પણ સામેલ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયાએ આ હુમલામાં 650થી વધુ ડ્રોન અને અનેક પ્રકારની 50થી વધુ મિસાઈલો છોડી હતી.

આ પણ વાંચો: સમાધાનની બેઠક નિષ્ફળ જતાં તાલિબાનનો પાકિસ્તાન પર હુમલો, કેપ્ટન સહિત 7 જવાનોના મોત

રશિયાના સૈનિકોએ યુક્રેનના 2 શહેરોને ઘેર્યા: પુતિન

રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને બુધવારે દાવો કર્યો હતો કે, રશિયાના સૈનિકોએ યુક્રેનના બે ખાસ શહેરોમાં યુક્રેનના સૈનિકોને ઘેરી લીધા છે અને તેને સરેન્ડર કરવા માટે ડીલ કરવાની ઓફર આપી. જોકે, યુક્રેનના મિલિટ્રી અધિકારીઓએ આ દાવાને ફગાવ્યો છે.

રશિયાએ તૈયાર કર્યું ખતરનાક પોસાઇડન સબમરીન પરમાણુ ડ્રોન

બીજી તરફ હાલમાં જ રશિયાએ પાણીની અંદર પરમાણુ સબમરીન ડ્રોનનું પરીક્ષણ કર્યું છે, જેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને આ અંગે જાહેરાત કરી હતી. પુતિનની જાહેરાતથી અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં હડકંપ મચ્યો છે. પરિણામે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક પરમાણુ પરીક્ષણનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: ફરી ન્યુક્લિયર હથિયારોનું ટેસ્ટિંગ શરુ કરશે અમેરિકા, ટ્રમ્પે કહ્યું- ચીન અને રશિયા કરે જ છે તો અમે કેમ પાછળ રહીએ?

પોસાઇડન(Poseidon) નામના આ ડ્રોનની ક્ષમતાઓ વિશે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પુતિને જણાવ્યું હતું કે પરમાણુ-સક્ષમ ઓટોમેટિક સબમરીન ડ્રોન પોસાઇડનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તે રશિયાની સૌથી શક્તિશાળી સર્મત(Sarmat) મિસાઇલ કરતાં વધુ શક્તિશાળી છે. પોસાઇડન ડ્રોનનું પરીક્ષણ સબમરીનમાંથી કરવામાં આવ્યું હતું. આ ડ્રોન એક પરમાણુ પાવર પ્લાન્ટથી સજ્જ છે જે મોટી સબમરીનના રિએક્ટર કરતાં 100 ગણું નાનું છે. પુતિને એમ પણ કહ્યું હતું કે સર્મત મિસાઇલ ટૂંક સમયમાં રશિયાની સેનામાં સામેલ કરવામાં આવશે.

Tags :