Get The App

ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનને હચમચાવ્યા બાદ રશિયાએ આપી પહેલી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

Updated: May 7th, 2025

GS TEAM

Google News
Google News
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનને હચમચાવ્યા બાદ રશિયાએ આપી પહેલી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું 1 - image


Russia Reaction on Operation Sindoor: ભારતીય સેનાએ પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદ સામે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ભારત તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ રશિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં રશિયાએ બંને દેશો વચ્ચે સૈન્ય અથડામણ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ 'માંગનો સિંદૂર ઉજાડનારાના હવે...' સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ઓપરેશન સિંદૂર અંગે નિવેદન

રશિયાએ સંયમની કરી અપીલ

રશિયાના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા મારિયા ઝાખારોવાએ કહ્યું કે, પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સૈન્ય અથડામણથી અમે ખૂબ ચિંતિત છીએ. રશિયા આતંકવાદની નિંદા કરે છે અને તેના તમામ સ્વરૂપોનો વિરોધ કરે છે. રશિયા આવા તમામ આંતકીઓનો સામનો કરવા વિશ્વ સમુદાયના પ્રયાસોનો એકજૂટતાથી સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. અમે સંબંધિત પક્ષોને સંયમ રાખવાની અપીલ કરીએ છીએ, જેનાથી સ્થિતિ વધુ ન બગડે.’

આ પણ વાંચોઃ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા

ઓપરેશન સિંદૂર પર રશિયાની પ્રતિક્રિયા

મારિયા ઝાખારોવે ઓપરેશન સિંદૂર વિશે કહ્યું કે, અમને આશા છે કે, નવી દિલ્હી અને ઈસ્લામાબાદ પોતાના મતભેદોને 1972ના શિમલા કરાર અને 1999ના લાહોર કરારની જોગવાઈ અનુસાર, દ્વીપક્ષીય આધારે શાંતિપૂર્ણ, રાજકીય તેમજ વ્યૂહનૈતિક રૂપે સમાધાન કરાશે.

Tags :