VIDEO : રશિયાની યુક્રેન પર સૌથી મોટી એરિયલ સ્ટ્રાઈક, ફાઈટર જેટ F-16ના પાયલટનું મોત
Russia-Ukraine War : રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ પહેલીવાર એરિયલ સ્ટ્રાઈક કરી છે, જેમાં યુક્રેનના એફ-16 ફાઈટર જેટના પાયલટનું મોત થયું છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી (Ukraine President Volodymyr Zelenskyy)એ કહ્યું કે, ‘રશિયાએ 477 ડ્રોન અને 60 મિસાઈલોનો ઉપયોગ કરીને આખી રાત યુક્રેન પર હુમલો કર્યો છે, જેમાં રશિયન હુમલાને નિષ્ફળ બનાવવાની કામગીરી કરી રહેલા એફ-16 ફાટર જેટના પાયલટનું મોત થયું છે.
રશિયાએ ઈરાની ડ્રોન્સથી હુમલો કર્યો : ઝેલેન્સ્કી
ઝેલેન્સકીના જણાવ્યા મુજબ, ‘રશિયાએ જે ડ્રોનથી હુમલો કર્યો છે, તેમાં મોટાભાગના ઈરાનમાં બનેલા ‘શાહેદ’ ડ્રોન્સ હતા. રશિયા સેના યુક્રેનમાં માનવ વસાહતને પણ ટાર્ગેટ કરી રહી છે. રશિયાએ સ્મિલા સ્થિત એક રહેણાંક બિલ્ડિંગને પણ નિશાન બનાવી હતી, જેમાં એક બાળકને ઈજા થઈ છે.’
‘મોસ્કોએ 114 મિસાઈલ, 1270 ડ્રોન, 1100 ગાઈડેડ બોંબ ઝિંક્યા’
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખે રશિયાની ઝાટકણી કાઢતા કહ્યું કે, ‘જ્યાં સુધી મોસ્કો પાસે મોટા હુમલા કરવાની ક્ષમતા છે, ત્યાં સુધી તે અટકવાના નથી. મોસ્કોએ આ સપ્તાહમાં 114થી વધુ મિસાઈલ, 1270થી વધુ ડ્રોન અને 1100થી વધુ ગાઈડેડ બોંબ ઝિંક્યા છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને (Russia President Vladimir Putin) પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે, વિશ્વ શાંતિની અપીલ કરશે, છતાં તેઓ યુદ્ધ ચાલુ રાખશે. હવે આ યુદ્ધને બંધ કરવું જોઈએ.’
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ કરી વીડિયો બનાવ્યો
રશિયાએ અત્યાર સુધીનો મોટો હવાઈ હુમલો કર્યો : યુક્રેન વાયુ સેના
તાજેતરના હુમલા અંગે યુક્રેનની વાયુ સેનાના સંચાર પ્રમુખ યૂરી ઈહનાતે કહ્યું કે, ‘રશિયાએ અમારા દેશમાં આખી રાત સૌથી મોટા હવાઈ હુમલા કર્યા હતા. રશિયન સેનાએ આ હુમલામાં ડ્રોન અને અનેક પ્રકારની મિસાઈલો ઉપયોગ કરી હતી. તેઓએ યુક્રેનના પશ્ચિમ વિસ્તારો સહિત આખા પ્રદેશનો ટાર્ગેટ કરી રહ્યા છે.’ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ‘રશિયા જે હથિયારોનો ઉપયોગ કર્યો તેમાં 211 ઈરાની ડ્રોન્સ હતા, જ્યારે કેટલાક યુએવી હતા. અમારી સેનાએ ઈલેક્ટ્રોનિકનો ઉપયોગ કરીને 225 હથિયારો જાણ કરી નષ્ટ કરી દીધા છે.’
આ પણ વાંચો : પાકિસ્તાની સૈન્યના જનરલ આસિમ મુનીરે કાશ્મીરનો રાગ આલાપ્યો