કિવ,૨૮ જાન્યુઆરી,૨૦૨૬,બુધવાર
સેન્ટર ફોર સ્ટ્રેટેજીક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (સીએસઆઇએસ) ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન વિરુધ ના યુધ્ધમાં ખૂબ મોટું સૈન્ય નુકસાન થયું છે. બીજા વિશ્વયુધ્ધ પછી દુનિયાના કોઇ પણ દેશે કોઇ પણ દેશ સામે લડેલા યુધ્ધમાં આટલું નુકસાન થયું નથી. રશિયાને બીજા વિશ્વયુધ્ધ પછી થયેલું સૌથી મોટું નુકસાન છે. પૂર્ણ આક્રમણની શરુઆત પછી રશિયાની સેનાએ ૧૨ લાખ સૈનિકો હતાહત થયા છે. આ સૈનિકો માર્યા ગયા છે, ઘાયલ થયા છે અથવા તો લાપતા છે.
ફેબુ્રઆરી ૨૦૨૨થી અત્યાર સુધી અત્યાર સુધી ૩.૨૫ રશિયન સૈનિકોના મોત થયા હોવાની શકયતા છે. દુનિયામાં થયેલા કેટલાક નોંધનીય યુધ્ધોમાં કોરિયાઇ યુધ્ધ, ૫૪૪૮૭ અમેરિકી સૈનિકોના મોત થયા હતા. વિયેતનામ યુધ્ધમાં ૪૭૪૩૪ અને ખાડી યુધ્ધમાં ૧૪૯ મોત થયા હતા. યુક્રેન યુધ્ધના રિપોર્ટ અનુસાર રશિયાને ભારે માનવખુંવારી વેઠવી પડી છતાં ધીમી ગતિએ સૈન્ય આગળ વધી રહયું છે. ગત સપ્તાહ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમેર ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે ગત વર્ષ ડિસેમ્બરમાં રશિયાના સૈનિકોના મુત્યુ થવાનો દર પ્રતિ માસ વધીને ૩૫૦૦૦ થયો છે.


