Get The App

''રશિયા એક 'વૉર મશીન' છે, તેણે નેપોલિયન અને હીટલરને હરાવ્યા : યુક્રેન યુદ્ધ વહેલામાં વહેલું બંધ કરવું પડે''

Updated: Jul 28th, 2024

GS TEAM


Google News
Google News
''રશિયા એક 'વૉર મશીન' છે, તેણે નેપોલિયન અને હીટલરને હરાવ્યા : યુક્રેન યુદ્ધ વહેલામાં વહેલું બંધ કરવું પડે'' 1 - image


- ડોનાલ્ડ ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં કરેલી સ્પષ્ટ વાત

- ''તે એક એવું યુદ્ધ છે કે જેમાં કોઈપણ જીતી શકે તેમ નથી અમેરીકાના અબજો ડૉલર્સ બર્બાદ થયા છે : યુરોપે પોતાનો સંરક્ષણ ખર્ચ પોતે જ ઉઠાવવો પડે''

વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખપદના રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે તેઓના રનિંગ-મેઈટ જે. ડી. વાન્સની સાથે આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે યુક્રેન એક વૉર-મશીન સાથે લડી રહ્યું છે. ત્યાં માસુમના જીવ જઈ રહ્યા છે. આ એક એવું યુદ્ધ છે કે જે જીતી શકાય તેમ જ નથી.

ટ્રમ્પ વારંવાર કહેતા આવ્યા છે કે આ યુદ્ધ વહેલામાં વહેલી તકે બંધ થવું જોઈએ. કારણ કે તેથી કોઈનું ભલું થવાનું નથી. યુદ્ધ શરૂ થયાને આશરે અઢી વર્ષ થઈ ગયા છે પરંતુ કોઈ પક્ષ જીતી નહીં શકે, તે ખેંચાયા જ કરશે, અમેરિકાના અબજો ડૉલર બર્બાદ થઈ રહ્યા છે.

ઈન્ટરવ્યુ સમયે એન્કરે તેઓને પુછયું કે ''અમને ઝેલેન્સ્કી સાથે વાત થઈ હતી ?'' ત્યારે તેઓએ કહ્યું કે ''હા, મારે ફોન ઉપર ઝેલેન્સ્કી સાથે વાત થઈ હતી. મેં તેઓને કહ્યું કે આપણે જલ્દીથી જલ્દી આ યુદ્ધનો શાંતિપૂર્વક ઉકેલ લાવવો જ જોઈએ. કારણ કે તમો એક ''વૉર-મશીન'' સામે લડી રહ્યા છો. રશિયાએ નેપોલિયનને હરાવ્યો હતો, હીટલરને પણ હરાવ્યો હતો. તેની પાસે હજ્જારો ટેન્ક છે. લાખ્ખો સૈનિકો છે, તેઓ યુદ્ધ લડતા જ રહેશે પરંતુ યુક્રેનના તો હજ્જારો લોકો માર્યા ગયા છે. રોજેરોજ લડતા રહે છે. આ કદી પુરું ન થતા તે યુદ્ધ લડી રહ્યું છે. રશિયા પાસે કુદરતી ધન સંપત્તિની કમી નથી. તેની પાસે પૈસા પણ છે તે પૈસા ઓર્યા જ કરશે.''

આ પૂર્વે કેટલાએ સમયે ટ્રમ્પે કહ્યું હતું કે જો તેઓ પ્રમુખ પદે હોત તો યુદ્ધ ક્યારેએ થયું ન હોત. હજી પણ માત્ર એક જ મિટીંગમાં યુદ્ધ ખત્મ કરી શકીએ તેમ છીએ. પુતિન કૈં આપણા દુશ્મન નથી. આપણે ટેબલ ઉપર બેસી તેઓની સાથે મંત્રણા કરવી જ જોઈએ. આપણે તેઓની મુશ્કેલીઓ સમજવી પડે. તેઓએ આપણી મુશ્કેલીઓ સમજવી જોઈએ.

નાટો દેશો ઉપર નીશાન સાધતા ટ્રમ્પે કહ્યું નાટો દેશો પોતાના સંરક્ષણ ખર્ચમાં તેટલો વધારો કરતા નથી, જેટલો કરવો જોઈએ. અમેરિકાના કરદાતા શા માટે યુરોપમાં રક્ષણ માટે ખર્ચ ઉઠાવે તેમણે જ પોતાને મજબુત કરવા જોઈએ.

અમેરિકામાં સત્તા પરિવર્તનની આપેલી લહરને લીધે ઝેલેન્સ્કી પણ જલ્દીમાંથી જલ્દી યુદ્ધ બંધ થાય તેમ ઈચ્છે છે. બાયડેન તો યુક્રેનને દરેક રીતે મદદ કરી રહ્યા હતા, પરંતુ તેઓ રેસમાંથી ખસી જતા ટ્રમ્પના વિજયની સંભાવના વધી રહી છે. ટ્રમ્પ અંગે ઝેલેન્સ્કીએ પણ કહ્યું હતું કે તેમની સાથે કામ કરવું સરળ નહીં રહે.

Tags :