World

ચીનના સપોર્ટમાં રશિયા : જાપાન સામે જંગી જહાજ અને ફાયર જેટ્સ ઉતાર્યાં

By GS TEAM
10 Dec 20252 mins read
ચીનના સપોર્ટમાં રશિયા : જાપાન સામે જંગી જહાજ અને ફાયર જેટ્સ ઉતાર્યાં

- જાપાનનાં વડાપ્રધાન સના તાકાઈચીએ કહ્યું હતું કે જો ચીન તાઇવાન પર કોઈ સૈન્ય કાર્યવાહી કરશે તો જાપાન તેને સહાય કરશે

નવી દિલ્હી : રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા તેઓનું ૨૧ તોપોની સલામી સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું તે સમયે જાપાન અને ચીન વચ્ચે તણાવ તેજીથી વધી રહ્યો હતો.

પ્રમુખ પુતિને મોસ્કો પહોંચી પહેલું કામ જ તે કર્યું હતું કે ચીનની સેનાનાં સમર્થનમાં તેમણે પરમાણુ સક્ષમ જંગી યુદ્ધ જહાજ તથા ફાયટર જેટ્સ રવાના કર્યાં હતાં.

જાપાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા મંગળવારે મોડી રાત્રે ચીન અને રશિયાનાં યુદ્ધ વિમાનોએ જાપાનની ચારે બાજુ જોઈન્ટ લોંગ રેન્જ પેટ્રોલિંગ કર્યું હતું. રશિયાનાં બે ન્યુક્લિયર કેમેવલ બોમ્બર્સ ટીયુ-૯૫, જાપાન સમુદ્ર પર ઉડાન ભરીને પૂર્વ ચીની સાગર પહોંચ્યાં ત્યાં ચીનનાં બે એસ-૬ વિમાનો પણ તેમની સાથે જોડાયાં. તે પછી તે ચારે વિમાનોએ પ્રશાંત મહાસાગર તરફ ઉડ્ડયન કર્યું.

આટલું જ નહીં પરંતુ ચીનનાં આરજે-૧૬ ફાયટર જેટ્સ પણ તે વિમાનો સાથે જાપાનના ઓકીનાવા અને મિયાકો દ્વિપ વચ્ચેની મિયાકો સ્ટ્રેઇટમમાંથી પસાર થઈ ગયાં. આ સમુદ્રધૂની (સ્ટ્રેઇટસ) આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગ છે, પરંતુ સંરક્ષણની દ્રષ્ટિએ જાપાન માટે અતિ મહત્વનો છે.

આટલેથી વાત અટકતી નથી. પરિસ્થિતિ વધુ સંવેદનશીલ તો ત્યારે બની કે જ્યારે દક્ષિણ કોરિયાએ પણ જણાવ્યું કે તેના એર ડીફેન્સ ઝોનમાં રશિયાનાં સાત અને ચીનનાં બે યુદ્ધ વિમાનો ઘૂસ્યાં હતાં. તેથી ક્ષેત્રીય તંગદિલી ઘણી જ વધી ગઈ છે.

આ બધી ચિંતાજનક ઘટનાઓ તેવે સમયે બની છે કે, જ્યારે જાપાનનાં વડાપ્રધાન સુ.ચી. સના તાકાઈચીએ ખુલ્લં ખુલ્લાં કહી દીધું હતું કે, જો ચીન તાઇવાન ઉપર લશ્કરી કાર્યવાહી કરશે, તો તેથી જાપાનનું સંરક્ષણ પણ પ્રભાવિત થશે માટે તાઇવાન પર જો ચીન લશ્કરી કાર્યવાહી કરશે તો જાપાન તાઇવાનની સહાયે જશે. સહજ છે કે ચીન તેથી ગિન્નાયું છે.