રશિયા INF કરારોમાંથી છૂટું થાય છે : યુએસ. પર ન્યુક્લિયર ટેન્શન્સ વધારવાનો ગંભીર આક્ષેપ મૂકે છે
- 1987ની ઇન્ટરમીડીએસ-રેન્જ ન્યુક્લિયર ફોર્સીસ ટ્રીટી (INF) માંથી છૂટા થવાનું કારણ ફિલિપાઈન્સમાં અમેરિકાએ ગોઠવેલાં મિસાઇલ્સ હોવાનું કહે છે
નવી દિલ્હી/મોસ્કો : રશિયાએ સોમવારે સાંજે જાહેર કર્યું હતું કે તે પોતાને ઇન્ટર મીડીએટ રેન્જ ન્યુક્લિયર ફોર્સીથી (આઈ.એન.એફ.) ટ્રીટીથી બંધિત હોવાનું માનતું નથી.
વાસ્તવમાં ૧૯૮૭માં થયેલા આ કરારો પરમાણુ શસ્ત્રો વહી શકે તેવાં મધ્યમાન-અંતર સુધીના પ્રક્ષેપાસ્ત્રોની સંખ્યા અંકૂશિત રાખવા માટેના છે. આ અંગે મીડીયાએ જણાવ્યું હતું કે આ સંધિમાંથી છૂટા થવાનાં કારણો આપનાં રશિયાનાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અમેરિકાએ ફિલિપાન્સમાં ટાયફૂન મિસાઇલ લોન્ચર્સ ગોઠવ્યાં હોવાથી તેમજ ઓસ્ટ્રેલિયામાં યોજેલી તલિસ્માન સેલર ડ્રીલ (યુદ્ધ કવાયત) રશિયા સામેની સીધી ધમકી સમાન બની રહ્યાં છે. પશ્ચિમના દેશોએ આપેલી આ ધમકીને લીધે રશિયાની વ્યૂહાત્મક સ્થિરતા સમક્ષ જોખમ ઊભું થયું છે. તેટલું જ નહીં પરંતુ તે દ્વારા પશ્ચિમના દેશો રશિયા ઉપર દબાણ વધારી રહ્યા છે, તેથી અમારે તે કરારોમાંથી છૂટા થવું પડે તેમ છે.
આ આઈ.એન.એફ. ટ્રીટી, ભૂમિ ઉપરથી વહેતાં મુકી શકાય તેવાં બેલાસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ્સ પ્રતિબંધિત કરે છે. આ મિસાઇલ્સની પ્રહાર મર્યાદા ૫૦૦થી ૫,૫૦૦ કીલો મીટર્સની છે. પરંતુ ૨૦૧૯માં અમેરિકા જ તેમાંથી છૂટું થતાં તે કરારો પડી ભાંગ્યા હતા. તે માટે અમેરિકાએ રશિયા ઉપર આક્ષેપ મુકતાં કહ્યું હતું કે રશિયાએ જ તે કરારોનો ભંગ કર્યો છે.
આ આક્ષેપોને રદિયો આપતાં અમેરિકા ઉપર તે કરારોનો ભંગ કરી પોતાની મિસાઇલ સીસ્ટમ વિકસાવી રહ્યું છે.
ટૂંકમાં બંને પરમાણુ મહાસત્તાઓ હવે સામ સામે આવી ગઇ છે.
રશિયાના આ નિર્ણયને લીધે બંને મહાસત્તાઓ વચ્ચે તંગદિલી વધી રહી છે. તેમાંએ થોડા દિવસો પૂર્વે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે પરમાણુ સબમરીન્સ રશિયાના જળ વિસ્તારોની બહાર ગોઠવવા આપેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર (જેમાં કોંગ્રેસ (યુ.એસ.સંસદ)માં ચર્ચા કરવાની જરૂર હોતી નથી) આપ્યો હતો. તે પછી બંને મહાસત્તાઓ વચ્ચે તંગદિલી અત્યંત વધી ગઈ છે.