World

રશિયા-ઈથોપિયા વચ્ચે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ બાંધવા માટે કરારો

By GS TEAM
26 Sep 20251 min read
રશિયા-ઈથોપિયા વચ્ચે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ બાંધવા માટે કરારો

- આ કરારોમાં તે પ્લાન્ટ ચલાવવા માટે સ્ટાફને ટ્રેનિંગ આપવા તેમજ ઈથોપિયાનાં પરમાણુ ક્ષેત્રને વિસ્તારવા માટે પણ રશિયાએ પૂરી પ્રતિબદ્ધતા સ્વીકારી છે

નવી દિલ્હી : પૂર્વ આફ્રિકાના વિશાળ દેશ ઈથોપિયામાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ બાંધવા માટે રશિયા અને ઈથોપિયા વચ્ચે ગુરૂવારે કરારો થયા હતા.

આ અંગેના એક્શન પ્લાનમાં તે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ચલાવવા માટે સ્ટાફને પૂરેપૂરી તાલિમ આપવા તેમજ ઈથોપિયાના પરમાણુ ક્ષેત્રને વિકસાવવાની બાબતો પણ સમાવિષ્ટ છે.

રશિયાની ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ બાંધનારી કંપની, રોસાટોમના ડીરેકટર જનરલ એલેક્સી બિયાચેવ અને ઈથોપિયા ઇલેકિટ્રક કંપનીના સીઈઓ અશેબિર બાલ્યાએ પ્રમુખ પુતિન અને ઈથોપિયાના રાજદૂતની ઉપસ્થિતિમાં આ કરારો કરવામાં આવ્યા હતા.

આ માહિતી આપતા રશિયાની પ્રસારણ સંસ્થા રશિયન ઇન્ફર્મેશન એજન્સી જણાવે છે કે બંને પક્ષોએ તે પ્રોજેક્ટની ટેકનિકલ અને ઇકોનોમિક બાબતો વિષે પણ ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

આ પૂર્વે નાઈજિરિયાના માઇનિંગ મિનિસ્ટર ઔસમાને અબાર્ચીએ કહ્યું હતું કે, નાઇજિરિયા પણ રોસ્ટોમની સાથે ભાગીદારીમાં ૨,૦૦૦ મેગા-વૉટનાં બે ન્યૂક્લિયર રીએકટર્સ બાધવા માગે છે.

અત્યારે આફ્રિકામાં દક્ષિણ આફ્રિકા જ એક એવો દેશ છે જે ઓપરેશન ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ધરાવે છે. જ્યારે ઇજીપ્તમાં અત્યારે રીએકટર્સ બંધાઈ રહ્યાં છે.