ડોનાલ્ડ ટ્રમ્પના 'ડેડ ઇકોનોમી'વાળા નિવેદન પર ભડક્યું રશિયા! અમેરિકાને અપાવી 'ડેડ હેન્ડ'ની યાદ
Russian Dmitry Medvedev Statement: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડેડ ઇકોનોમી વાળા નિવેદન પર રશિયાએ ચેતવણી આપી છે. રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે ટ્રમ્પને એજ ભાષામાં જવાબ આપતા 'ડેડ હેન્ડ'ની યાદ અપાવી. તેમણે કહ્યું કે, ટ્રમ્પ જેમને ડેડ (મૃત) કહી રહ્યા છે તેમનાથી થનારા ખતરાઓને તેમને નજરઅંદાજ ન કરવા જોઈએ.
રશિયાએ અમેરિકાને 'ડેડ હેન્ડ'ની અપાવી યાદ
રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે અમેરિકન પ્રમુખને રશિયન ન્યૂક્લિયર પાવરની યાદ અપાવી દીધી. મેદવેદેવે ટેલીગ્રામ ચેનલ પર લખ્યું કે, 'જો મારા શબ્દોથી ટ્રમ્પને એટલો ડર લાગી રહ્યો છે તો તેનો મતલબ છે કે રશિયા યોગ્ય દિશામાં છે. રશિયા પોતાના રસ્તા પર આગળ વધી રહ્યું છે.'
આ પણ વાંચો: ભારત અને રશિયાનું અર્થતંત્ર મૃત છે, અમારે તેમની સાથે વેપાર જ નથી કરવોઃ ટ્રમ્પ
ટ્રમ્પના ભારત અને રશિયાને ડેડ ઇકોનોમી કહેવા પર દિમિત્રી મેદવેદેવે કહ્યું કે, 'અમેરિકન પ્રમુખે ધ વોકિંગ ડેડ પર પોતાની પસંદગીની ફિલ્મો યાદ કરવી જોઈએ. તેમને યાદ રાખવું જોઈએ કે ડેડ હેન્ડ કેટલો ખતરનાક હોઈ શકે છે.'
કોલ્ડ વોરના સમયે ડેડ હેન્ડ રશિયાની ઓટોમેટિક ન્યૂક્લિયર રિટાલિશન સિસ્ટમ હતી. જો રશિયા કોઈપણ પરમાણુ હુમલામાં નષ્ટ થઈ જાય છે તો ડેડ હેન્ડ પોતાની જ પરમાણુ મિસાઈલોને લોન્ચ કરી દેશે.
રશિયા સાથે ટ્રેડ કરવાને લઈને અમેરિકાએ ભારત પર લગાવ્યો દંડ
ભારત વિરૂદ્ધ 25 ટકા ટેરિફ લગાવવા અને રશિયા સાથે તેમને બિઝનેસ માટે દંડ લગાવવાની જાહેરાત કરી. ભારત રશિયાની આયાત માટે દંડનો સામનો કરનારો પહેલો દેશ છે. રશિયા પાસેથી ભારતની ઓઇલ આયાત રશિયા-યુક્રેન યુદ્ધ પહેલા કુલ ખરીદીના 0.2 ટકા હતી, જે હવે વધીને 35-40 ટકા થઈ ગઈ છે. ચીન બાદ રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદનાર ભારત છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મને ચિંતા નથી કે ભારત, રશિયા સાથે શું કરે છે. તે એક સાથે પોતાની ડેડ ઇકોનોમીમાં ડૂબી શકે છે, મને કોઈ ફરક નથી પડતો. અમે ભારત સાથે ખૂબ ઓછો વેપાર કર્યો છે, તેનો ટેક્સ ખૂબ વધુ છે.