રશિયાનું નવું હથિયાર : પોતાના જ ઉપગ્રહ વડે પોતાનો બીજો ઉપગ્રહ તોડી પાડયો!
- અવકાશમાં ખલેલ પહોંચાડતા પગલાંની અમેરિકા-બ્રિટન દ્વારા ટીકા
- ભવિષ્યમાં રશિયા ધારે તો બીજા દેશના મહત્ત્વના ઉપગ્રહનો પણ ખાત્મો બોલાવી શકે : આઉટર સ્પેસ ટ્રીટીનો ભંગ
વૉશિંગ્ટન, તા. 24 જુલાઇ, 2020, શુક્રવાર
રશિયાએ અવકાશમાં ઉપગ્રહ તોડી પાડી શકાય એ માટે નવા પ્રકારના હિથયારનું પરીક્ષણ કર્યું હતું. અમેરિકા-બ્રિટને આક્ષેપ મુક્યો છે કે રશિયાએ પોતાના જ ઉપગ્રહ વડે બીજો પોતાનો ઉપગ્રહ તોડી પાડીને નવા હિથયારનું પરીક્ષણ કર્યું છે. અમેરિકા-બ્રિટને રશિયાના આ પગલાંની ટીકા કરી તેને અવકાશી શાંતિમાં ખલેલ પહોંચાડનારૂ ગણાવ્યું હતું.
રશિયાએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ થોડા વખત પહેલા રશિયાએ ઉપગ્રહને તોડી પાડી શકે એવી સેટેલાઈટ સિસ્ટમ વિકસાવી લીધી હોવાનું જણાવ્યું હતું. રશિયાએ પોતાનો કોસ્મોસ-2543 નામનો ઉપગ્રહ તોડી પાડયો હતો.
એ ઉપગ્રહ તોડવા માટે મોકલાયેલો ઉપગ્રહ કેવો છે તેની ખાસ વિગતો જાહેર થઈ ન હતી. પણ નવા ઉપગ્રહને માત્ર 45919 એવો નંબર આપી દેવામાં આવ્યો હતો.
અવકાશમાં પોતાના ઉપગ્રહ વડે બીજો ઉપગ્રહ તોડી પાડયો એટલે ભવિષ્યમાં રશિયા અન્ય દેશના ઉપગ્રહને પણ તોડી શકે છે. 100થી વધારે દેશોએ મળીને આઉટર સ્પેસ સંિધ પર સહી કરી છે, જે મુજબ અવકાશમાં કોઈ હિથયારનો પ્રયોગ કરી ન શકાય. પરંતુ વિવિધ દેશો પોતાની રીતે સંિધનો ભંગ કરતાં જ આવ્યા છે.
જળ-જમીન અને હવા પછી અવકાશ પણ આગામી યુદ્ધનું મેદાન બનવા જઈ રહ્યું છે. ભારત સહિત ચાર દેશો એવા છે, જેઓ ધરતી પરથી મિસાઈલ ફાયર કરી ઉપગ્રહ તોડી પાડી શકે છે.
રશિયાએ એમાં પણ એડવાન્સ ટેકનોલોજી વિકસાવી ઉપગ્રહ વડે જ બીજો ઉપગ્રહ તોડી શકાય એવી વ્યવસૃથા ઉભી કરી છે. અમેરિકાએ તેને રશિયાનું ઘાતક પગલું ગણાવ્યું હતું, તો સામાન્ય રીતે રશિયન મામલામાં ન પડતાં બ્રિટને પણ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો.