World

યુક્રેનમાં ૧૭૦૦ ચોરસ કિમી વિસ્તાર પર કબ્જો કર્યાનો રશિયાએ દાવો, ડોનબાસમાં મોટી સફળતા

By GS TEAM
21 Apr 20261 min read
યુક્રેનમાં ૧૭૦૦ ચોરસ કિમી વિસ્તાર પર કબ્જો કર્યાનો રશિયાએ દાવો, ડોનબાસમાં મોટી સફળતા

મોસ્કો,૨૧ એપ્રિલ,૨૦૨૬,મંગળવાર 

યુક્રેન અને રશિયા વચ્ચેનું યુધ્ધ મહિનાઓ પછી પણ અટકયું નથી. રશિયાએ એવો દાવો કર્યો છે કે યુક્રેનમાં ૧૭૦૦ વર્ગ કિલોમીટર વિસ્તાર પર કબ્જો કર્યો છે એટલું જ નહી ડોનબાસના મહત્વના ફ્રોટ્રેસ બેલ્ટ તરફ આગળ વધી રહયા છે. રશિયન સેનાના પ્રમુખ વલેરી ગેરાસિમોવ જણાવ્યું હતું કે વર્તમાન વર્ષની શરુઆતમાં ૮૦ વિસ્તારો અને ૧૭૦૦ વર્ગ કિલોમીટરથી વધુ વિસ્તાર રશિયન સેનાના કબ્જામાં આવી ગયો છે. રશિયાની સેના સ્લોવિયાન્સ્ક, ક્રામોતોર્સ્ક અને કોસ્ત્યાંનિવકા જેવા શહેરોની પણ નજીક છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ લડાઇ ચાલું છે.

સુમી અને ખારકીવની દિશામાં આગળ વધીને સુરક્ષા ઝોન તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહયા છે.  બીજી બાજુ યુક્રેને સ્પષ્ટતા કરી છે કે રશિયાના સૈન્યને પ્રત્યુત્તર  આપવામાં આવી રહયો છે.યુક્રેની કમાંડર ઓલેકસાંદ્ર સિર્સ્કી મુજબ માર્ચ મહિનામાં અંદાજે ૫૦ વર્ગ કિમી વિસ્તાર ફરી પાછો મેળવવામાં આવ્યો છે. યુક્રેનની સેનાના સ્લોવિયાન્સ્કની આસપાસ રશિયન હુમલાઓને રોકવામાં આવ્યા છે. કોસ્ત્યાતિનિવકા પાસે અનેક હુમલાઓનો સામનો કર્યો છે. જો કે યુક્રેન અને રશિયાના પોત પોતાના દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઇ શકી નથી.