Get The App

રશિયાનો 574 ડ્રોન, 40 મિસાઇલથી યુક્રેન પર હુમલો

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
રશિયાનો 574 ડ્રોન, 40 મિસાઇલથી યુક્રેન પર હુમલો 1 - image

- ચાલુ વર્ષે અત્યાર સુધીના ત્રીજા મોટા હુમલામાં 'શાંતિની વાતો'નો કચ્ચરઘાણ

- રશિયાના હુમલામાં પહેલી વખત જ અમેરિકન ઇલેક્ટ્રોનિક્સ ફેક્ટરી ભોગ બન્યાનો યુક્રેનનો દાવો

- કીવ: અમેરિકા દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે કરાયેલી શાંતિ મંત્રણા માટે ચાલતા પ્રયાસો વચ્ચે રશિયાએ યુક્રેન પર ૫૭૪ ડ્રોન અને ૪૦ મિસાઇલ સાથે ભીષણ હુમલો કર્યો હતો. અમેરિકા ચાર વર્ષથી ચાલતા આ યુદ્ધને ખતમ કરવા પ્રયત્નશીલ છે, પરંતુ બંનેમાંથી એકપણ દેશ પીછેહઠ કરવા તૈયાર નથી. ટ્રમ્પે શાંતિ કે યુદ્ધવિરામ માટે તાજેતરમાં અલાસ્કામાં પુતિન સાથે બેઠક યોજી હતી, પણ તેનું પરિણામ આવ્યું નથી. 

યુક્રેનના હવાઇદળે દાવો કર્યો કે રશિયાએ તેના પર અત્યાર સુધીનો બીજા નંબરનો હવાઈહુમલો કર્યો હતો. તેમા ૫૭૪ ડ્રોન અને ૪૦ મિસાઇલ સામેલ હતા. આ હુમલામાં યુક્રેનના પશ્ચિમી વિસ્તારોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા, જેમા એકનું મોત થયું હતું અને ૧૫ને ઇજા થઈ હતી. તાજેતરના હુમલા પછી યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે મોસ્કો તરફથી કોઈ સંકેત મળી રહ્યા નથી જે બતાવે કે તે યુદ્ધ ખતમ કરવા તૈયાર છે અને તેમની વચ્ચે મંત્રણા સારી રીતે ચાલી રહી છે.

ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ કરેલો આ હુમલો અમેરિકન કંપની પર થયો હતો. તેમા ૧૫ લોકો ઇજા પામ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તે યુરોપમાં કોઈ તટસ્થ સ્થળે પુતિનને મળવા માંગે છે. આ તટસ્થ દેશમાં ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝરલેન્ડ અને તુર્કી હોઈ શકે છે. યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સાઇબિહાએ જણાવ્યું હતું કે રશિયાએ પશ્ચિમી યુક્રેનમાં એક અગ્રણી અમેરિકન ઇલેકટ્રોનિક્સ ઉત્પાદક પર હુમલો કર્યો. યુક્રનમાં આવેલી આ અમેરિકન ફેક્ટરી યુદ્ધક્ષેત્રથી ઘણી દૂર છેક હંગેરીની સરહદ નજીક આવેલી છે. 

યુક્રેનને પશ્ચિમ તરફથી આપવામાં આવતી લશ્કરી મદદ ત્યાં પહોંચાડવામાં આવતી હોવાથી રશિયાએ આ સ્થળને લક્ષ્યાંક બનાવ્યું હોઈ શકે છે. સત્તાવાર આંકડા મુજબ ડ્રોનોની સંખ્યાના આધારે આ હુમલો આ વર્ષનો ત્રીજા નંબરનો સૌથી મોટો હવાઈ હુમલો હતો. જ્યારે મિસાઇલોની સંખ્યાના આધારે આઠમા નંબરનો સૌથી મોટો હવાઈ હુમલો હતો. આ પહેલા જુનમાં યુક્રેનની સ્પેશ્યલ ફોર્સે રશિયા પર કરેલા હવાઈ હુમલામાં  તેના એરબેઝને લક્ષ્યાંક બનાવ્યા હતા. તેમા તેણે એરબેઝ પરના ૪૧ રશિયન બોમ્બર ખતમ કરી નાખ્યા હતા. આ હુમલામા ૩૦ ટકાથી વધારે બોમ્બરોનો કાફલા અને રાડાર સિસ્ટમને નુકસાન પહોંચ્યું હતું.  આ હુમલો યુક્રેને રશિયાની તે કાર્યવાહીના જવાબમાં કર્યો હતો જેમા રશિયાએ કુલ ૪૭૭ ડ્રોન વડે હુમલો કરી યુક્રેનને હચમચાવી દીધું હતું. તેમા ૬૦ મિસાઇલો પણ હતી. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેમણે ઓવલ મીટિંગમાં ટ્રમ્પને તે વાત સમજાવવામાં સફળતા મેળવી હતી કે યુદ્ધ મોરચે યુક્રેનની સ્થિતિ પુતિન બતાવે છે તેટલી ખરાબ નથી. તેમણે ફ્રન્ટ લાઇન પર અમેરિકન નકશામાં ભૂલો પણ બતાવી હતી, જેમા રશિયા પાસે છે તેના કરતાં વધારે સ્થળોનો કબ્જો બતાવાયો હતો.

યુદ્ધ મોરચે યુક્રેનની સ્થિતિ પુતિને કહે છે તેટલી ખરાબ ન હોવાનું ટ્રમ્પને સમજાવવામાં સફળ ઃ ઝેલેન્સ્કી

ઝેલેન્સ્કી પુતિનની સાથે યુરોપમાં સ્વિટ્ઝરલેન્ડ, તુર્કી કે ઓસ્ટ્રિયામાં કોઈપણ સ્થળે શાંતિમંત્રણા કરવા તૈયાર