Get The App

ડોલર સામે રૂપિયો ગબડી 88.32ના ''ઐતિહાસિક''તળિયે : મોંઘવારી વધશે

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
ડોલર સામે રૂપિયો ગબડી 88.32ના ''ઐતિહાસિક''તળિયે : મોંઘવારી વધશે 1 - image

- ફોરેક્સ રિઝર્વમાં 4.38 અબજ ડોલરનો ઘટાડો

- પાઉન્ડ રૂ.119 ઉપર ગયો : યુરોએ રૂ.103ની સપાટી કુદાવી : ડોલર ઈન્ડેક્સ વધી 98 પાર કરી ગયો

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉછળી રૂ.૮૮ની સપાટી કુદાવી જતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. ડોલરના ભાવ રૂ.૮૭.૬૩ વાળા આજે સવારે રૂ.૮૭.૭૦ ખુલ્યા પછી ભાવ ઉછળી ઉંચામાં રૂ.૮૮ની સપાટી પાર કરી રૂ.૮૮.૩૨ સુધી પહોંચી છેલ્લે બંધ ભાવ રૂ.૮૮.૨૦ રહ્યા હતા. રૂપિયા સામે ડોલરના ભાવ આજે વધુ ૫૭ પૈસા ઉછળ્યા હતા જ્યારે ડોલર સામે રૂપિયો વધુ ૦.૬૫ ટકા તૂટયો હતો. મુંબઈ શેરબજારમાં ઘટાડો તથા વૈશ્વિક ક્રૂડ તેલના ઉંચા ભાવના પગલે ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

અમેરિકા દ્વારા ભારત સામે આકરી ટેરીફ નીતિ અનુસરવામાં આવતાં તેની અસર પણ કરન્સી બજાર પર પડી હતી. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ આવી આકરી ટેરીફ નીતિ વચ્ચે ઊારતના નિકાસકારોને પીઠબળ આપવા કદાચ હવે રિઝર્વ બેન્ક રૂપિયાને વધુ તૂટવા દેશો તથા બજારમાં મધ્યસ્થી કરશે નહિં એવી શક્યતાના પગલે પણ રૂપિયો આજે ઝડપી ગબડયો હતો.

મુંબઈ કરન્સી બજારમાં છેલ્લા સતત ૪ મહિનાથી ડોલર સામે રૂપિયો તૂટતો જોવા મલ્યો છે. આ વર્ષે ૧૦મી ફેબુ્રઆરીએ ડોલરના ભાવ વધી ઉંચામાં રૂ.૮૭.૪૫ સુધી પહોંચ્યા હતા જે એ વખતે રેકોર્ડ ગણાયો હરતો અને હવે આજે ડોલર ઉછળી રૂ.૮૮ની ઉપરસજતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. દેશમાંથી ફોરેન ફંડનો આઉટફલો વધ્યાની ચર્ચા હતી.  મહિનાના અંતિમ દિવસો વચ્ચે મુંબઈ કરન્સી બજારમાં ડોલરમાં ઈમ્પોર્ટરોની  ખરીદી પણ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી. અમેરિકાની આકરી ટેરીફ નીતિના પગલે ભારતમાંથી નિકાસને અસર પડશે તથા વેપાર ખાધ વધશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા  દરમિયાન, રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં ઘરઆંગણે આયાત કરાતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં હવે દેશમાં તહેવારો ટાંણે મોંઘવારી વધુ વધી જવાની ભીતિ જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કસરન્સીઓ સામે આજે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૦.૧૪ ટકા ઉંચકાયો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૭.૮૩ તથા ઉંચામાં ૯૮.૦૪ થઈ ૯૭૫ રહ્યાના સમાચાર હતા. આના પગલે પણ મુબઈ કરન્સી બજારમાં ડોલર વધુ ઉંચો ગયો હતો. દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૪૧ પૈસા વધ્યા હતા. પાઉન્ડના ભાવ ઉંચામાં રૂ.૧૧૯ પાર કરી રૂ.૧૧૯.૦૨ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૧૮.૭૪ રહ્યા હતા.  

યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે આજે ૮૯ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૩ પાર કરી રૂ.૧૦૩.૧૪ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૦૨.૯૬ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે  ૦.૬૨ ટકા ઉંચકાઈ હતી જ્યારે ચીનની કરન્સી પણ રૂપિયા સામે આજે  ૦.૬૨ ટકા વધી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, ભારતનું ફોરેક્સ રિઝર્વ ૪.૩૮ અબજ ડોલર ઘટી ૬૯૦.૭૨ અબજ ડોલર થતાં તેનીઅસર પણ કરન્સી બજાર પર દેખાઈ હતી.

ફોરેક્સ ભાવ

ડોલર રૂ. ૮૮.૨૦

પાઉન્ડ રૂ. ૧૧૮.૭૪

યુરો રૂ.૧૦૨.૯૬

યેન રૂ. ૦.૬૦