Get The App

રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટ બન્યા નવા પોપ, પહેલીવાર અમેરિકાના કાર્ડિનલ ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરૂ

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટ બન્યા નવા પોપ, પહેલીવાર અમેરિકાના કાર્ડિનલ ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરૂ 1 - image


New Pope Robert Francis Prevost: અમેરિકાના ધર્મગુરૂ રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટની ખ્રિસ્તી ધર્મગુરૂ (નવા પોપ) પદે નિમણૂક થઈ છે. અમેરિકામાંથી પોપ બનનારા તેઓ પ્રથમ કાર્ડિનલ છે. બે દિવસ ચાલેલી ઊંડી ચર્ચા-વિચારણા બાદ પ્રીવોસ્ટને પોપ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હવે તેઓ પોપ લિઓ XIV તરીકે ઓળખાશે. 

ગઈકાલે ગુરૂવારે 8 મે, 2025ના રોજ સાંજે પોપ લિઓ સેન્ટ પીટર્સ બેસિલિકાની સેન્ટ્રલ બાલકનીમાં આવ્યા. જ્યાં સિસ્ટન ચેપલની ચીમનીમાંથી સફેદ ધુમાડો નીકળ્યો. આશરે 70 મિનિટ બાદ નવા પોપનો સ્પષ્ટ ચહેરો દેખાયો. 133 કાર્ડિનલ પસંદગીકારોએ કેથેલિક ચર્ચ માટે પ્રથમ વખત કોઈ અમેરિકન રોબર્ટ પ્રીવોસ્ટની પસંદગી કરી છે. ફ્રાન્સના કાર્ડિલન ડોમિનિક મામ્બર્ટીએ સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં એકઠાં થયેલા લોકોની વચ્ચે જઈ ઘોષણા કરી હતી કે, અમારી પાસે એક નવા પોપ છે.

રાહુલ ગાંધીએ શુભેચ્છા પાઠવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટની પોપ લિઓ XIV તરીકે પસંદગી થવા બદલ હાર્દિક શુભેચ્છાઓ. તેમના નેતૃત્વમાં શાંતિ, કરૂણા અને માનવતાની સેવાને પ્રોત્સાહન મળશે. આ ઐતિહાસિક અવસર પર કેથલિક સમુદાયને મારી શુભેચ્છાઓ. વેટિકનમાં કેથલિક ચર્ચને નવા પોપ મળતાં જ ત્યાં ઉમટી પડેલી હજારોની ભીડે તેમનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચોઃ વિશ્વ ભારતની સાથે, અમેરિકાએ પણ પાકિસ્તાનની વાત કાને ના ધરી, કહ્યું- અમારે કોઈ લેવાદેવા નથી

કોણ છે રોબર્ટ પ્રીવોસ્ટ

શિકાગોમાં જન્મેલા 69 વર્ષીય પ્રીવોસ્ટ ઓગસ્ટિનિયન ઓર્ડરના સભ્ય હતા. તેમણે મોટાપાયે સેવાઓ કરી હતી. 2023માં બિશપના ડિકાસ્ટરીના પ્રિફેક્ટ અને લેટિન અમેરિકામાં પોંટિફિકલ કમિશનના અધ્યક્ષ હતાં. પોપ ફ્રાન્સિસ લિઓ XIV તરીકે ઓળખાશે. 

નવા પોપએ આપ્યું ભાષણ

મીડિયા રિપોર્ટ અનુસાર, ઈટલી ભાષામાં જયકાર કરી રહેલી ભીડને સંબોધિત કરતાં નવા પોપે કહ્યું  કે, આપ સૌ માટે શાંતિની અપેક્ષા. ભાઈઓ-બહેનો, આ પુનરૂત્થાન પામેલા ખ્રિસ્તનું પ્રથમ અભિવાદન છે. હું તમારા પરિવાર, તમારા માટે શાંતિની અપીલ કરુ છું. તમને શાંતિ મળે તેવી શુભકામનાઓ...

ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે 21 એપ્રિલના રોજ નિધન થયું હતું.તેમને ફેફસાંની બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસ ન્યુમોનિયાથી પીડિત હતા. તેમણે વેટિકન સિટીમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી કેથલિક સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટ બન્યા નવા પોપ, પહેલીવાર અમેરિકાના કાર્ડિનલ ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરૂ 2 - image

Tags :