'શાંતિનો માર્ગ નવી દિલ્હીમાંથી પસાર થાય છે' વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર

- ભારત પર લગાડાયેલો ટેરિફ 'મહારાજા' ટેરિફ છે
- પીટર નેવર્રોવે ભારત દ્વારા ખરીદાતા રશિયન ક્રૂડની ટીકા કરી છતાં કહ્યું કે યુક્રેન-યુદ્ધ અટકાવવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે
વોશિંગ્ટન, (ડીસી) : ભારત દ્વારા ખરીદાતાં રશિયન ક્રૂડની કડક ટીકા કરવા છતાં વ્હાઇટ હાઉસના ટ્રેડ-એડવાઇઝર પીટર નેવર્રોવે કહ્યું હતું કે, 'યુક્રેન-યુદ્ધ અટકાવવામાં ભારતના નેતાઓ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. શાંતિનો માર્ગ નવી દિલ્હીમાંથી પસાર થાય છે.' આ સાથે તેઓએ નરેન્દ્ર મોદીને એક મહાન નેતા કહ્યા હતા.
નેવર્રોવે વધુમાં કહ્યું : 'યુક્રેન-યુદ્ધ પહેલા ભારત તેની તેમની જરૂરિયાત માટે જુન પ્રમાણમાં રશિયન ક્રૂડ ખરીદતું હતું પરંતુ હવે તો ભારત તેની તેલની જરૂરિયાતના ૩૦-૩૫ ટકા જેટલું તેલ રશિયા પાસેથી ખરીદે છે.'
આ સાથે તેમણે કહ્યું ભારત તદ્દન નજીવા ભાવે (ડીસ્કાઉન્ટ સાથે રશિયન તેલ ખરીદી તેને રીફાઈન કરી બીજા દેશોને વેચે છે.
ભારત સાથેની અમેરિકાની વેપાર તુલા અંગે બોલતાં તેઓએ કહ્યું કે તેમાં અમારે બહુ મોટા પ્રમાણમાં વ્યાપારી ખાદ્ય ભોગવવી પડે છે. તેની અસર અમેરિકાના કામદારો અને વ્યાપક દ્રષ્ટિએ જોતાં અમેરિકાની જનતા ઉપર પણ પડે છે. આથી ભારત ઉપર કુલ મળી ૫૦ ટકા જેટલો ટેરિફ લગાડવો પડયો છે. આ ટેરિફ ઘણો લીધો છે. તે 'મહારાજા-ટેરિફ' છે તેમ પણ તેઓએ કહ્યું.
ભારત હવે ચીન સાથે પણ સમજૂતી કરી રહ્યું છે જે છેવટે તો ક્રેમ્લીન માટે પણ ફાયદાકાર તેવી 'લોન્ડ્રીમેટ' (ઈસ્ત્રી કરવા નીચે રખાયેલી શેતરંજી) સમાન છે.
ફરી એકવાર ભારત દ્વારા ખરીદાતાં રશિયન ક્રૂડની ટીકા કરવા સાથે પીટર નેવર્રોવેએ કહ્યું, 'હું ભારતને ચાહું છું તેની ઉપરના ભારે ટેરિફથી છેવટે અમેરિકાને જ નુકસાન થવાનું છે.'
ઉલ્લેખનીય છે કે આવું જ મંતવ્ય અમેરિકાનાં યુનો ખાતેના પૂર્વ રાજદૂત નિક્કી-હેલીએ પણ દર્શાવ્યું હતું.








