Get The App

14 વર્ષના સ્ટાર-કિડે માતાની જ કરી કરપીણ હત્યા, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

Updated: Sep 23rd, 2022

GS TEAM


Google News
Google News
14 વર્ષના સ્ટાર-કિડે માતાની જ કરી કરપીણ હત્યા, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા 1 - image


- મેં મારી માતાની કરી હત્યા: 14 વર્ષનો સ્ટાર-કિડ 

નવી દિલ્હી,તા. 23 સપ્ટેમ્બર 2022, શુક્રવાર 

"રિવરડેલ" અને "ડાયરી ઓફ અ વિમ્પી" ના કિડ સ્ટાર રયાન ગ્રાન્થમએ(Ryan Grantham ) પોતાની માતાની જ હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. રયાન ગ્રાન્થમએ માતા બાર્બરા વ્હાઇટના મર્ડરમાં આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી છે.

શું છે સમગ્ર ઘટના?  

હોલીવુડ વેબસાઈટ TMZ અનુસાર, પિયાનો વગાડતી વખતે અભિનેતાએ પોતાની માતાને પાછળથી  મારીને કારમાં મોમોટોવ કોકટેલ સાથે બંદૂક, ગનપાઉડર લોડ કર્યું અને માતાને તે સ્થાન પર લઈ ગયો જ્યાં કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડો રહે છે. 

પોલીસના નિવેદન મુજબ રયાન ગ્રાન્થમએ ટ્રુડોને મારવાનો પણ પ્રયાસ કરી રહ્યો હતો. તેણે કેનેડાના વડાપ્રધાનની હત્યા કરવાની પણ યોજના બનાવી હતી.

14 વર્ષના સ્ટાર-કિડે માતાની જ કરી કરપીણ હત્યા, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા 2 - image

હત્યાની કરી કબુલાત 

મળતી માહિતી પ્રમાણે ગ્રાન્થમ પર આજીવન બંદૂકનો પ્રતિબંધ પણ જારી કરવામાં આવ્યો છે.ગ્રાન્થમ સેકન્ડ-ડિગ્રી હત્યાના આરોપમાં દોષી છે. ફરિયાદીઓનું કહેવું છે કે, અભિનેતાએ તે સમયે એક વીડિયો ક્લિપ દ્વારા પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આ ક્લિપમાં તેણે કહ્યું છે કે,"મેં મમ્મીના માથાના પાછળના ભાગમાં ગોળી મારીને તેમની હત્યા કરી હતી. માતાને ખબર પડી ગઇ હતી કે હું તેમની હત્યા કરવાનો છું."

શરૂઆતમાં ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ લગાવ્યા બાદ તેણે સેકન્ડ ડિગ્રી મર્ડરનો ગુનો પણ કબૂલ્યો હતો. રયાન ગ્રાન્થમએ સામૂહિક હત્યાનો પ્લાન પણ બનાવ્યો હોવાની કબૂલાત કરી છે. ગ્રાન્થમની બહેને પણ કોર્ટમાં જુબાની આપી છે કે તેનો ભાઇ કોઈ ખતરનાક વ્યક્તિથી ઓછો નથી.


Tags :