આરોગ્ય ઉપર જોખમ: વરસાદી પાણી પીવું પણ સુરક્ષિત નથી
- માનવ સર્જિત PFAS નામના ઝેરી કેમિકલ્સની અસરથી આ પાણીથી ગંભીર બીમારીઓ થઇ શકે છે
લંડન તા. 11 ઓગષ્ટ 2022,ગુરૂવાર
એક ચોંકાવનારા અભ્યાસ અનુસાર હવે દુનિયમાં કોઇપણ સ્થળે વરસાદી પાણી પીવું સુરક્ષિત નથી. સ્ટોકહોમ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા આ અભ્યાસ અનુસાર અત્યારસુધી ખાવાની ચીજોના પેકેજીંગમાં વપરાતા PFAS હવે વરસાદી પાણીમાં પણ જોવા મળે છે. ઝેરી અને શરીર માટે જોખમી હોવાથી આ PFASના કારણે દુનિયામાં કોઇપણ જગ્યાએ વરસાદી પાણી સ્વાસ્થ્ય માટે હાનીકારક બની ગયું છે.
દુનિયામાં સેંકડો લોકો એવા છે કે જે ઘરમાં વરસાદી પાણી ઝીલી તેનો આખો વર્ષ ઉપયોગ કરતા આવ્યા છે. વરસાદી પાણીના સંગ્ર માટે લોકો ખાસ પ્રકારના ટાંકા બનાવે છે અને એવા કેટલાયે સ્થળો છે જ્યાં આ પાણી સીધું ઝીલી તેનો વર્ષભર ઉપયોગ કરવા માટે સૈકાઓ જૂની પદ્ધતિ અપનાવવામાં આવેલી છે.
PFAS એટલે પર એન્ડ પોલીફ્યુરોઆકાઈલ. આ એક એવા કેમિકલ છે કે જે કોઈ ચીજને વાતાવરણની અસરથી બચાવે છે અથવા તો તેને પેકેટમાં પેક કરવામાં આવી હોય તો પેકેટ સાથે ચોંટી જતા અટકાવે છે. તેમાં કાર્બન અને ફ્લોરીન એટોમ હોય છે. આ બન્નેનું સંયોજન સૌથી મજબૂત હોવાથી વાતાવરણમાં તે જલ્દી અદ્રશ્ય થતા નથી અથવા તો ટકેલા રહે છે.
PFAS સૌથી પહેલા શેમ્પુ અને કોસ્મેટીકની બનાવટમાં મળી આવ્યા હતા પણ હવે તે હવા, પાણી અને સંપૂર્ણ વાતાવરણમાં ભળી ગયા છે.
આ સંશોધન કરનાર ઇયાન કઝીન્સ જણાવે છે કે દુનિયાના કોઇપણ સ્થળે અમે એકત્ર કરેલા સેમ્પલ અનુસાર વરસાદી પાણી પીવું યોગ્ય કે સુરક્ષિત રહ્યું નથી. “એન્ટાર્ટીક હોય કે તિબેટ. વરસાદી પાણીમાં PFASનું સ્તર અમેરિકન માપદંડ કરતા ઘણું વધારે જોવા મળ્યું છે,” એમ ઇયાન જણાવે છે. ઇયાન અને તેની ટીમે વર્ષ ૨૦૧૦થી એકત્ર કરેલા ડેટાના આધારે આ તારણ કાડ્યું છે.
PFAS માનવીના શરીરમાં પ્રવેશે પછી તેની અસર વ્યાપક છે. કોલેસ્ટ્રોલ વધવું, મેદસ્વીપણું, બાળવિકાસમાં બાધાથી લઇ નપુંસકતા સુધીના જોખમો રહેલા છે.
લાખો લોકોના પીવાના પાણીને પ્રદૂષિત કરીને નફો કરવો કોઈના માટે શક્ય નથી, એમ ઝ્યુરિચ સ્થિત ફૂડ પેકેજિંગ ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર ડો. જાન માનકેએ જણાવ્યું હતું. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પર પણ આપણે નજર રાખવી પડશે. પરંતુ હવે PFAS મોટા પાયે ઉત્સર્જન થઈ રહ્યું છે, જે ખતરનાક છે.
પીવાના પાણીમાં PFAS ની માત્રા ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ રસાયણ હવામાં પણ ઓગળેલું રહે છે. આવી સ્થિતિમાં વરસાદનું પાણી પણ પ્રદૂષિત થાય છે. જયાં સુધી વર્તમાન વૈજ્ઞાનિક સમજનો સંબંધ છે, આ રસાયણનો ઉપયોગ કરતા તમામ ઉદ્યોગોએ તેનો વપરાશ ઘટાડવો પડશે. આ રસાયણોનું ઉત્પાદન ઘટાડવું પડશે