Get The App

વધતા તીડ માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર, ભારત પર મોટું સંકટ : ડબલ્યુએમઓ

- ઉભા પાકનો નાશ કરશે, ખાદ્ય સામગ્રીની અછત સર્જાવાની ચેતવણી

- રણ પ્રદેશમાં અચાનક ઉંચા તાપમાન, ભારે પવન સાથે વરસાદથી તીડનું બ્રીડિંગ વધી રહ્યું હોવાનો સંસ્થાનો દાવો

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
વધતા તીડ માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર,  ભારત પર મોટું સંકટ : ડબલ્યુએમઓ 1 - image


સંયુક્ત રાષ્ટ્ર, તા. 21 જુલાઇ, 2020, મંગળવાર

વર્લ્ડ મીટીઓરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએમઓ) દ્વારા તીડને લઇને એક ચેતવણી જારી કરવામાં આવી છે. ઇસ્ટ આફ્રિકા અને ભારતમાં ફૂડ સિક્યોરિટી માટે તીડ એક મોટો ખતરો બની ગયા છે. આ દેશોમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે.

સંયુક્ત રાષ્ટ્રની ડબલ્યુએમઓ દ્વારા આ ચેતવણી આપવામા આવી છે. જેમાં વધુમાં જણાવ્યું હતું કે રાજસૃથાન, મધ્ય પ્રદેશ, ગુજરાતમાં તીડનું આક્રમણ વધુ છે. 

પાકિસ્તાને ફેબુ્રઆરીમાં જ ઇમર્જન્સી જાહેર કરી દીધી હતી, છેલ્લા બે દસકમાં પાક.માં તીડનંુ આ સૌથી મોટુ આક્રમણ માનવામાં આવે છે. નેચરલ ક્લાઇમેટ ચેંજમાં ડબલ્યુએમઓએ અચાનક તીડનું પ્રમાણ વધી જવાના વિવિધ કારણો પણ આપ્યા છે.

તેમાં સંસૃથાએ જણાવ્યું છે કે ક્લાઇમેટ ચેંજને કારણે સિૃથતિ વધુ કથળી રહી છે, જેટલુ તાપમાન વધી રહ્યું છે તેટલા તીડ પણ વધી રહ્યા છે. એટલે તીડના વધવાનું એક મુખ્ય કારણ ઉચુ તાપમાન છે.  તાપમાનમાં વધારો થવા ઉપરાંત રણપ્રદેશમાં વરસાદ થવો, અતી ઝડપી પવન ફુંકાવો વગેરેને કારણે તીડનું પ્રમાણ વધી જાય છે.

ટુંકમાં ગ્લોબલ વોર્મિંગ એવું વાતાવરણ ઉભુ કરી રહ્યું છે કે જેનાથી તીડનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. જોકે હિંદ મહાસાગરમાં અચાનક જે હવામાનમાં પલટો આવ્યો તેમજ અનિશ્ચિત ઘટનાઓ વાવાઝોડા વગેરે પણ તીડનું પ્રમાણ વધવા માટે જવાબદાર માનવામા ંઆવે છે. આગામી દિવસોમાં તીડનું પ્રમાણ હજુ પણ વધી શકે છે.

બીજી ચેતવણી એ પણ આપવામાં આવી છે કે હાલ ભારતમાં તીડ જે ખેતરોમાં રહેલો ઉભો પાક કે ફળ ફુલ છોડવા ખાઇ રહ્યા છે તેને કારણે ભારતમાં અનાજ સહિતની ખાધ્ય સામગ્રીની અછત જેવી સિૃથતિ ઉભી થઇ શકે છે. અન્ય દેશોનું ઉદાહરણ આપતા સંસૃથાએ જણાવ્યું હતું કે સોમાલિયામાં 70,000 હેક્ટર પાકનો તીડે નાશ વાળ્યો છે. અને હાલ ભારતના ત્રણ રાજ્યોમાં સૌથી ખરાબ સિૃથતિ છે.

Tags :