નેપાળમાં ફરી રમખાણો : Gen-Zના યુવાનો સડક પર : અનેક શહેરોમાં કરફ્યુ

- સીપીએન-યુએમએલના કાર્યકરો અને Gen-Zના યુવાનો વચ્ચે ગજબની જામી પડી : દેશમાં અશાંતિ
કઠમંડુ : ભારતને સ્પર્શીને આવેલ નેપાળના બારા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જેન-ઝેડ યુવાનો અને પૂર્વ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીની પાર્ટી સીપીએન યુએમએલના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક મારામારી થતાં કેટલાયે વિસ્તારોમાં કરફ્યુ લગાડવો પડયો છે.
બુધવારે બપોરના ૧૨.૩૦ કલાકથી રાતના ૮ વાગ્યા સુધી કરફ્યુ લગાડાયો છે.
વાસ્તવમાં સેંકડો જેન-ઝેડ યુવાનો અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ એન્ડ યુનાઇટેડ માકિર્સસ્ટ લેમિનિસ્ટ (સીપીએન-યુએમએલ) વચ્ચે રમખાણો ત્યારે શરૂ થયાં કે જ્યારે જેન.ઝેડના યુવાનો તેઓ વિરૂદ્ધ નારા લગાડતા નગરમાં ફરી રહ્યા હતા.
ગુરૂવારે તો સવારથી જ આ દેખાવકારો, સડક ઉપર ઉતરી આવ્યા હતા, સાથે તે ડાબેરીઓ સાથે મારામારી શરૂ થઇ ગઈ હતી. તેથી બપોરના ૧૨.૩૦ થી રાતના ૮ વાગ્યા સુધી કરફ્યુ લગાડવામાં આવ્યો હતો. આમ સહાયક મુખ્ય જિલ્લાધિકારી છબીરામ સુવેદીએ સ્થિતિ હાથ બહાર જતી જોઇ કરફ્યુ લગાડી દીધો હતો.
આ તોફાનો ત્યાર પછી નેપાળનાં વિવિધ શહેરોમાં પણ ફેલાયાં. જનરેશન ઝેડ (જન. ઝેડ) યુવાનો ૧૨મી સપ્ટમ્બરે ભંગ કરાયેલી પંચાયત (સંસદ) ફરી પુનર્જિવિત કરવા, માગણી કરી રહ્યા છે. આ યુવાનોમાં આંદોલનને લીધે કે.પી.શર્મા ઓલીની સરકાર પડી ભાંગી હતી અને ઓલીને દેશ છોડી કેટલાયે દિવસો સુધી તંદુરસ્તીનાં બહાને દુબઈમાં રહેવું પડયું હતું.

