World

અમેરિકા ઇરાનનાં પરમાણુ સંકુલો નષ્ટ નથી કરી શક્યું તે અહેવાલો જ મૂળભૂત રીતે ખોટા છે : ટ્રમ્પ

By GS TEAM
26 Jun 20252 mins read
અમેરિકા ઇરાનનાં પરમાણુ સંકુલો નષ્ટ નથી કરી શક્યું તે અહેવાલો જ મૂળભૂત રીતે ખોટા છે : ટ્રમ્પ

- સાઇક્લોટ્રોન્સ કાંઠો વાળેલી થાળી જેવાં હોય છે પરંતુ તે થાળી નથી

- પૂર્વે સમાચારો વહેતા થયા હતા કે બોમ્બીંગ થતાં ઇરાનનાં પરમાણુ સંકૂલોને નુકશાન થયું પરંતુ નષ્ટ થયાં નથી તે અહેવાલો ખોટા છે

વૉશિંગ્ટન : અમેરિકાનાં બોમ્બ મારાથી ઇરાનનાં પરમાણુ સંકુલો નષ્ટ નથી થયાં તેવા અહેવાલો મૂળભૂત રીતે ખોટા છે. તેમ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું. આ અહેવાલોને ખોટા સમાચારો કહેવા સાથે તેઓએ કહ્યું કે એરફોર્સે બરોબર નિશાન લઇને જે હુમલા કર્યા હતા આ સાથે તે અહેવાલો કે જેમાં કહેવાયું હતું કે આ હુમલાથી તેહરાનનો પરમાણુ કાર્યક્રમ થંભી નથી ગયો. માત્ર થોડા મહિના પાછો ઠેલાયો હતો તેટલું જ.

ટ્રુથ સોશ્યલ ઉપર વહેતા મુકેલા સંદેશામાં ટ્રમ્પે જણાવ્યું હતું કે સી.એન.એન. અને ન્યૂયોર્ક ટાઈમ્સ સાથે મળી એ પ્રયાસને સફળ કીધો હતો સાથે જણાવ્યું હતું કે સીએનએન અને ન્યુયોર્ક ટાઈમ્સ ઊંડાણથી તપાસ કર્યા વિના જે આ અહેવાલો છાપી દીધા છે જેમાં કહેવામાં આવ્યું છે, તે સેન્ટ્રી ફ્યુઝ ને નુકશાન થયું હતું પરંતુ નાશ પામ્યાં નથી તે અહેવાલો મોટા છે. તેમ વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા કેરોલિન લેબિટ્ટે કહ્યું હતું. તેઓએ કહ્યું દરેકે દરેક તે જાણે છે કે ૩૦,૦૦૦ પાઉન્ડના ૧૪ બોમ્બ નિશાન તાકીને ટાર્ગેટ ઉપર પડે ત્યારે શું થાય, સંપૂર્ણ વિનાશ જ થાય.

એક અહેવાલ તેવો છે કે ઇરાને તેનું ૪૦૦ કી.ગ્રા. સમૃદ્ધ યુરેનિયમ ઉત્તરની પર્વતમાળામાં છુપાવી દીધું છે. નિરીક્ષકો કહે છે કે તે અહેવાલ સ્વીકારી લઇએ પરંતુ સેન્ટ્રીફ્યુઝ (પરમાણુ સંયંત્ર) કેમ ખસેડી શકાય. તે કાંઠો વાળેલી થાળી જેવા આકારનાં છે પરંતુ તે કૈં થાળી નથી કે ખસેડી શકાય. માટે સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો છે ત્યાં નો ત્યાં જ પડયો રહે. અન્ય મત એવો છે કે ઇઝરાયલ અને અમેરિકાને કટ્ટર શત્રુઓ માનતું ઇરાન મંત્રણા માટે તેટલે જ તૈયાર થયું હશે કે તેની કમર તૂટી ગઇ છે.