હિરોશિમા પરમાણુ હુમલાના મૃતકોના અવશેષો ની શોધ ૮૦ વર્ષ પછી પણ કેમ યથાવત ?
રિસર્ચર રેબુન કયો મૃતકોના અવશેષોની શોધ માટે નિનોશિમા જાય છે
૨૦૧૮થી અવશેષો શોધવા ખોદકામ ચાલી રહયું છે.
ટોક્યો,૪ જુલાઇ,૨૦૨૫,સોમવાર
૮૦ વર્ષ પહેલા ૬ ઓગસ્ટના રોજ જાપાન પર પરમાણુ હુમલો થયો હતો. હિરોશિમા અને નાગાસાકીથી હજારો મૃતકોને યુધ્ધ નૌકાઓમાં હિરોશીમાની દક્ષિણમાં આવેલા એક નાના ગ્રામીણ ટાપુ નિનોશિમા લાવવામાં આવ્યા હતા. ૮ દશકમાં પ્રથમવાર ૧૯૪૫માં હુમલાનો ભોગ બનેલા મૃતકના અવશેષો ટાપુ પરથી શોધવામાં આવી રહયા છે. અનેક પીડિતોના કપડા બળી ગયા હતા અને તેમના ચહેરાના અંગો અને માંસના લોચા લટકતા હતા. તેઓ દર્દથી કણસી રહયા હતા.
ઐતિહાસિક અભિલેખો અનુસાર ખરાબ ચિકિત્સા અને દેખભાળના કારણે ૨૫ ઓગસ્ટના રોજ ફીલ્ડ હોસ્પિટલ બંધ થઇ ત્યારે માત્ર થોડાક લોકો જ જીવતા હતા. મૃતકોને અવ્યવસ્થિત અને ઉતાવળમાં ચલાવવામાં આવેલા અભિયાનોની વચ્ચે વિભિન્ન સ્થળોએ દફનાવવામાં આવ્યા હતા. દશકો પછી મૃતકોના અવશેષો શોધીને તેમને શ્રધ્ધાંજલી આપવાનું છે. જે લોકો પોતાના પ્રિયજનની યાદમાં જીવતા છે તેમને રાહત પહોંચાડવાનો છે. નિનોશિમાના નિવાસી પિતાએ ૮૦ વર્ષ પહેલા હિરોશિમાથી હોડીઓ દ્વારા દ્વીપ પર લાવવામાં લાવી હતી.
હિરોશીમા યુનિવર્સિટીના રિસર્ચર રેબુન કયો મૃતકોના અવશેષોની શોધ માટે નિયમિત રીતે નિનોશિમા જાય છે. જયાં સુધી અવશેષો તમામ ના મળે ત્યાં સુધી યુધ્ધ સમાપ્ત થતું નથી. તેઓ કાયો પહાડી વિસ્તારમાં આવેલા જંગલના ભૂખંડમાં ૨૦૧૮થી અવશેષો શોધવા ખોદકામ ચાલી રહયું છે. રબરના જુતા, હેલમેટ અને કીટનાશક સ્પ્રે નાખીને તપાસ કરવામાં આવે છે. ધોમધખતી ગરમીમાં પીડિતોએ મરતા પહેલા જે દૂઃખ અને પીડા અનુભવી હશે તેેને મહેસૂસ કરે છે. કાયોને અત્યાર સુધી અંદાજે ૧૦૦ જેટલા અસ્થિઓ મળ્યા છે.
જેમાં ખોપડીના ટુકડા અને એક બાળકના જડબાના હાડકાનો સમાવેશ થાય છે. જેમાં નાના નાના જડેલા દાંત પણ જણાય છે. આ અસ્થિઓ નિનોશિમાના એક નિવાસી તરફથી નિર્દેશ કરવામાં આવેલા સ્થળેથી મળ્યા હતા.નિનોશિમાના આ નિવાસીના પિતા ૮૦ વર્ષ પહેલા હિરોશિમાથી હોડીઓ વડે માધ્યમ દ્વીપ પર લાવવામાં આવેલા શબોને સૈનિકો દફનાવતા જોયા હતા. નિનોશિમાથી અંદાજે ૧૦ કિમી ઉત્તરમાં આવેલા હાઇપો સેન્ટર પાસે હજારો લોકોના મોત થયા હતા. વર્ષના અંત સુધીમાં મરનારાની સંખ્યા ૧૪૦૦૦૦ થઇ હતી.