ચીન સાથેનાં સંભવિત યુદ્ધનું રીહર્સલ યુ.એસ. અને સાથીઓની ઓસ્ટ્રેલિયામાં જબ્બર યુદ્ધ કવાયત

- કાલ્પનિક શત્રુનું નામ આપ્યું ઑલ્વાના : 40,000થી વધુ સૈનિકો 150 યુદ્ધ વિમાનો 30 યુદ્ધ જહાજોએ ભાગ લીધો : ભારત પણ જોડાયું
ડાર્વિન ઓસ્ટ્રેલિયા : છ એક જેટલાં વિશાળ ટ્રાન્સપોર્ટ પ્લેઇન્સ સી-૧૭ એમાંથી અમેરિકાના પેરેટ્રયર્સ ભૂતની જેમ આકાશમાંથી ઉતરી પડયા અને ૫૦ કીમી. દૂર રહેલા લક્ષ્યને હસ્તગત કરવા આગળ ધપી રહ્યા છે.
અમેરિકા અને તેના સાથીઓ દર બે વર્ષે યુદ્ધ કવાયતો તો યોજે જ છે. પરંતુ આ વખતની યુદ્ધ કવાયત તો અસામાન્ય બની રહી. તેમાં કાલ્પનિક શત્રુનું નામ ઓલ્વાના આપવામાં આવ્યું. ૪૦ હજારથી વધુ સૈનિકો ૧૫૦ યુદ્ધ વિમાનો ૩૦ યુદ્ધ જહાજોએ તેમાં ભાગ લીધો હતો તેમાં યુ.એસ. ઓસ્ટ્રેલિયા, જાપાન અને સાઉથ કોરિયાનાં એમ્ફીબિયન શિષ્ય (સપાટ તળીયાવાળાં અને સમુદ્રમાંથી ભૂમિ પર જઇ શકે તેવાં સૈનિકોને લઇ જવામાં વપરાતાં જહાજો) હવર ક્રાફ્ટસ વગેરે ચોકી સાથે જોડાયાં હતાં.
આ યુદ્ધ અભ્યાસનું નામ તબિસ્માન સેબર ૨૦૨૪ એવું અપાયું છે. તેમાં યુ.એસ. ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફીજી, ફ્રાંસ, જર્મની ઇન્ડોનેશિયા, જાપાન, ન્યૂઝીલેન્ડ, પાપુઆ-ન્યુગિની, ફીલીપાઈન્સ, સાઉથ કોરિયા, ટોંગા અને યુ.કે. જોડાયાં છે. તેઓ આ પૂર્વેના યુદ્ધભ્યાસમાં પણ હતા. જ્યારે ઇન્ડીયા સિંગાપુર, થાઈલેન્ડ, ધી નેધરલેન્ડઝ, નોર્વે, મલાયેશિયા અને વિયેતનામ પોબ્ઝર્વર્સ તરીકે જોડાયાં છે.
આ સમગ્ર એક્સરસાઇઝનું સંચાલન બ્રિગેડીયર ડામીયન હીલ કરી રહ્યા છે. જ્યારે ગ્રાઉન્ડ એકશનનું સંચાલન કર્નલ, વેડ જર્મેન, કમાન્ડર થર્ડ, મલ્ટી ડોમેઇન ટાસ્ક ફોર્સ (એમડીટીએફ) કરી રહ્યા છે. જેનું મુખ્ય મથક હવાઈ ટાપુઓમાં છે.
આક્રમણ શરૂ કરતાં પહેલાં સૈનિકોને જે દેશનું કાલ્પનિક નામ ઓલ્વાના અપાયું છે તે દેશ વિષ જે વર્ણન કરાયું છે તેમાં કહેવાયુ છે તે તમામ વર્ણન ચીનને લાગુ પડે છે.
ચીન આ વિષે બરોબર જાણે છે તે અંદરથી ધૂંધવાયું પણ છે, પરંતુ કરી શું શકે ? તેની સામે તો યુદ્ધ છેડાયું જ નથી.
આ યુદ્ધ કવાયત ૧૩મી જુલાઈથી શરૂ થઇ છે. જે ૨૭મી જુલાઈએ પૂરી થશે.
ટૂંકમાં હવે ચીનને ચારે તરફથી ઘેરવાની શતરંજ મંડાઈ ગઈ છે.









