- થોડા મહિના પહેલા થયેલા 'પેજર એટેક' અંગે હિજબુલ્લાએ કહ્યું, અંદર સુધી પણ વાર કરી શકે તેવા હુમલાનો અંદાજ ન હતો
તેલ અવીવ : થોડા મહિના પૂર્વે થયેલા પેજર એટેક અંગે હિજબુલ્લાએ કહ્યું હતું કે, અમને અંદાજ જ ન હતો કે, આટલે અંદર સુધી આટલો ભીષણ હુમલો થશે. વાસ્તવમાં આ 'પેજર એટેક' સમગ્ર દુનિયાને આંચકો લાગ્યો હતો કે, જ્યારે લેબેનોનમાં એક સાથે હજારો પેજરમાં વિસ્ફોટ થયો હતો અને ડઝનબંધ હિજબુલ્લા આતંકીઓ માર્યા હતા હતા, હજારો લોકો ઘાયલ થયા હતા.
આ પેજરમાં વિસ્ફોટક કઈ રીતે ફીટ કરાયું અને કઈ રીતે તેની સપ્લાય ચેઇન ઇઝરાયલ સુધી પહોંચી તે અંગે સૌ કોઈને આશ્ચર્ય થયું હતું. ખુદ હિજબુલ્લા નેતા નઇમ કાસીમે પણ કહ્યું હતું કે, 'અમને અંદાજ ન હતો કે, ઇઝરાયલ આવું કશું કરી શકે અને અમારી ઉપર ધાર્યો હુમલો કરી શકે.'
લેબેનોના એક અખબાર અલ-માયદીનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમ પણ ઉમેર્યું હતું કે, તે વિસ્ફોટોની તપાસમાં પણ ઘણી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે. અમારી ખરીદ પ્રક્રિયામાં જ કોઈ ખામી હતી અને ઇઝરાયેલને તે ડીવાઇસ સુધી પહોંચ બનાવી.
આ પેજરનો ઑર્ડર એક વર્ષ પહેલા અપાયો હતો દરમિયાન ઇઝરાયેલે 'સપ્લાય ચેઇન'ની માહિતી પ્રાપ્ત કરી લીધી અમને અંદાજ પણ ન હતો કે અમારી સપ્લાય ચેઇન એક્સપોઝ થઈ જશે.
હસન નસરુલ્લા પછી હિજબુલ્લાની કમાન્ડ સંભાળનારા નઇમ કાસીમે કહ્યું કે, તે પેજર ઇઝરાયલ થઈને અમારા સુધી પહોંચે છે. અમને ખ્યાલ તો હતો કે દુશ્મન ક્યાંથી હુમલો કરી શકે તેમ છે પરંતુ, ઇઝરાયલ આટલી હદ સુધી પહોંચી જઈ શકે તે અંદાજ ન હતો. તે અમારી ક્ષતિ હતી ઉલ્લેખનીય છે કે, તે હુમલો સમગ્ર લેબેનોનમાં થયો હતો, અને એક સાથે હજ્જારો પેજર અચાનક જ ફૂટયા. હુમલાની આ પદ્ધતિથી દુનિયાભરને આશ્ચર્ય થયું હતું.


