એક સમયે વિનાશ પામેલા મનાતા લાલ-ડોક-વાળાં 'ઓસ્ટ્રિચ' સઉદીમાં સો વર્ષે પાછા દેખાયા

- આ પૂર્વે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન રોયલ રીઝર્વમાં પર્શિયન ઓનેગર સહિત કુલ 23 પ્રજાતિઓ રક્ષિત રખાઈ છે
રીયાધ : સઉદી અરબસ્તાનમાં વન્યજીવન પુન: ધબકતું કરવા હાથ ધરાયેલાં પ્રયાસોનાં ફળસ્વરૂપ લાલ ડોકવાળા ઓસ્ટ્રિચ (શાહમૃગ) ૧૦૦ વર્ષ પછી પાછાં દેખાયા છે. એક સમયે અરબસ્તાનના શાયરો અને રોમન વિદ્વાનો જેનું વર્ણન કરતાં થાકતા ન હતા, તેની સંખ્યા છેલ્લા કેટલાયે દાયકાઓમાં સતત ઘટતી જતી હતી. તેનું મુખ્ય કારણ તેનો થઈ રહેલો શિકાર અને બીજું કારણ પર્યાવરણમાં થયેલો ફેરફાર પણ ગણવામાં આવે છે.
આ અંગે આરબી ન્યૂઝ જણાવે છે કે, આથી હવે એક્સટિંક થયેલા (વિનાશ પામેલા) અરેબિયન (સીરીયન) ઓસ્ટ્રિચનું સ્થાન લેશે. આ પ્રજાતિ તો ૨૦મી સદીના પ્રારંભમાં શિકાર તેમજ પર્યાવરણમાં થતાં ફેરફારો અને રહેણાંકના સ્થળો ઘટી જવાને લીધે નાશ પામી હતી.
ક્રાઉન-પ્રિન્સ મોહમ્મદ-બિન-સલમાન, પર્યાવરણ પ્રેમી છે. તેમજ વિવિધ પ્રજાતિઓ (સ્પીસીઝ) તેઓના રાજ્યમાં વિકસે તે જોવા આતુર છે. તેઓ આ પ્રજાતિઓને સઉદી અરબસ્તાનની સાંસ્કૃતિક વીરાસત માને છે.
આ 'રેડ-નેક્ડ-ઓસ્ટ્રિચ'ને પ્રિન્સે આશ્રય આપ્યો તે પૂર્વે ૨૦૨૪માં પર્શિયન ઓનેગરને તેઓએ અરબસ્તાનમાં વસાવ્યાં હતાં તે પણ ૧૦૦ વર્ષ પછી.
રણની જીવસૃષ્ટિ બચાવી તેને વિકસાવવાની પરિયોજના, 'નેશનલ સેન્ટર ફોર વાઈલ્ડલાઇફ અને રોયલ-રીઝર્વ- ઓથોરિટીઝે સાથે મળીને ઘડી છે.' પ્રિન્સ સલમાનનાં રોયલ-રીઝર્વના સીઈઓ તરીકે ખ્યાતનામ ઝૂલોજિસ્ટ (જીવશાસ્ત્રી) એન્ડયુ ઝેલોવનિસને નિયુક્ત કરાયા છે. તેઓ કહે છે કે આ રીતે વિવિધ પ્રજાતિઓને બચાવી રણ વિસ્તારને 'આઈકોનિક સ્પીસીઝ'થી હર્યો-ભર્યો રાખવાનો અમારો પ્રયત્ન છે તેમાં ક્રાઉન પ્રિન્સની પૂરેપૂરી સહાય છે.








