Get The App

પશ્ચિમ અમેરિકામાં રેકોર્ડ-બ્રેકીંગ હીટ-વેવ આશરે 16.20 કરોડ (અર્ધોઅર્ધ) વસ્તી પ્રચંડ ગરમીથી ત્રાસી ગઈ છે

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
પશ્ચિમ અમેરિકામાં રેકોર્ડ-બ્રેકીંગ હીટ-વેવ આશરે 16.20 કરોડ (અર્ધોઅર્ધ) વસ્તી પ્રચંડ ગરમીથી ત્રાસી ગઈ છે 1 - image


- નેવાડાના લા'વેગસમાં રવિવારે 120 ડીગ્રી ફેરનહીટ ઉષ્ણતામાન નોંધાયું 'ડેથ-વલી' કેલિફોર્નિયામાં 128 ડીગ્રી સુધી પારો પહોંચ્યો

વોશિંગ્ટન : અમેરિકામાં રેકોર્ડ-બ્રેકિંગ ગરમી પડી રહી છે. પશ્ચિમ અમેરિકામાં તો ગરમીએ હાહાકાર મચાવી દીધો છે. પરિણામે દેશના ૧૬ કરોડ ૨૦ લાખ લોકો- એટલે કે આશરે અર્ધોઅર્ધ જનતા પ્રચંડ ગરમીથી ત્રાસી ગઈ છે. તેમ નેશનલ વેધર સર્વિસ જણાવે છે.

આ સંસ્થાએ x પોસ્ટ પર જણાવ્યું હતું કે રવિવારે તો ઉષ્ણતામાન નેવાડાનાં લા'વેગસમાં ૧૨૦ ડીગ્રી ફેરનહીટ સુધી પારો ઊંચે ગયો હતો જ્યારે કેલિફોર્નિયાની ડેથ-વેલી તો આગ-ઝરતી ગરમીને લીધે તે ખરા અર્થમાં ''મૃત્યુ-ખીણ'' બની રહી. ત્યાં ઉષ્ણતામાન ૧૨૮ ડિગ્રી ફેરનહીટ સુધી ઊંચું પહોંચી ગયું હતું.

બીજી તરફ ટેક્ષાસમાં ચક્રવાત બેરિલે ૨૦લાખથી વધુ લોકોને ગત મંગળવારે વિદ્યુત વગરના બનાવી દીધા હતા.

આ અંગે પ્રમુખ બાયડેને પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અત્યારે સૌથી વધુ ચિંતા તો વીજળીની ઉણપની છે તે સાથે ટેકસાસના લોકો ઉપર પણ આ હીટ-વેવની ગંભીર અસર જોવા મળી છે.

માત્ર પશ્ચિમ અમેરિકા જ નહીં, દક્ષિણ પૂર્વ અમેરિકા અને પૂર્વનો સમુદ્ર-તટીય પ્રદેશ - ફ્લોરિડાથી મેસેચ્યુસેટસ સુધીનો સમગ્ર પટ્ટો તીવ્ર ગરમીનો ભોગ બન્યો છે.

આ અસામાન્ય ગરમીને લીધે અનેકના મૃત્યુ થતા હોવાનું જાણવા મળ્યું છે. 

શનિવારે એક મોટર-સાઈક્લિસ્ટનું ગરમીને લીધે મૃત્યુ થયું હતું. જ્યારે અન્યને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તેમ ''નેશનલપાર્ક સર્વિસના અધિકારીએ જણાવ્યું હતું.''


Google NewsGoogle News