ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્કમાં 130 વર્ષ બાદ દુર્લભ પ્રજાતિનું ઘૂવડ જોવા મળ્યું, સોશિયલ મીડિયા પર વાયરલ
નવી દિલ્હી, તા. 30 જાન્યારી 2021, શનિવાર
નેયૂયોર્કના સેન્ટ્રલ પાર્કની અંદર 29 જાન્યુઆરીના દિવસે 130 વર્ષ બાદ એક સફેદ ઘુવડ જોવા મળતા લોકો ચકિત થયા હતા. આ એક દુર્લભ પક્ષી છે, જેના કારણે લોકોમાં આ ઘૂવડને લઇને કૌતુહલ વધારે જોવા મળ્યું છે. આ ઘૂવડ દેખાતાની સાથે જ લોકોએ તેના ફોટો અને વીડિયો લેવા માટે પડાપડી કરી હતી. જોત જોતામાં આ ઘૂવડના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
મેનહટ્ટન બર્ડ એલર્ટને પોતાના ટ્વિટર એકાઉન્ટ વડે ટ્વિટ કર્યુ ને કહ્યું કે સેન્ટ્રલ પાર્કમાં અત્યાધિક દુર્લભ એવું સફેદ ઘૂવડ (બર્ફિલું ઘૂવડ) જોવા મળ્યું છે. આ પોસ્ટમાં ટ્વિટ કરવામાં આવેલા વીડિયોની અંદર આ ઘૂવડ સેન્ટ્રલ પાર્કની અંદર રહેલા અન્ય જીવોની સાથે મસ્તી કરતું જોવા મળે છે. આ પહેલા આ સફેદ ઘૂવડ 1890ના વર્ષમાં જોવા મળ્યું હતું.
સફેદ ઘૂવડનું વૈજ્ઞાનિક નામ બૂબો સ્કૈન્ડિયાકસ છે. સામાન્ય રીતે આ ઘૂવડ આર્કટિક વિસ્તારમાં જોવા મળે છે. જો કે આ ઘૂવડની કેટલીક પ્રજાતિઓ ઉત્તરી અમેરિકાના બરફ વાળઆ વિસ્તારોમાં જોવા મળે છે. આ ઘૂવડના શરીર પર સફેદ, કાળા અને ભૂરા રંગનું મિશ્રણ જોવા મળે છે. અન્ય ઘૂવડની માફક રાત્રે શિકાર કરે છે અને દિવસે સુવે છે.
આ ઘૂવડની ખાસ વાત એ છે કે તેઓ એક જગ્યા પર ટકતા નથી. એટલે કે ક્યાંય પણ સ્થાઇ રીતે માળો નથી બનાવતા. વર્ષમાં એક વખત પ્રજનન કરવા માટે તેઓ પલાયન કરે છે. જો પ્રજનન કરવા માટે નહીં તો શિકાર કરવા થવા તો આત્મરક્ષા માટે સ્થળાંતર કરે છે.