app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

૧૯૨૬ની દુલર્ભ વ્હિસ્કી ૨૨ કરોડમાં વેચાઇ, થયો અનોખો રેકોર્ડ

અગાઉની હરાજીના તમામ રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચ્યો

૬૦ વર્ષ સુધી બેરલમાં રહયા પછી ૧૯૮૬માં બોટલમાં પેક કરાયેલી

Updated: Nov 20th, 2023


લંડન,૨૦ નવેમ્બર,૨૦૨૩,સોમવાર 

૧૯૨૬માં બનેલી અતિ દુલર્ભ વ્હિસ્કીથી સાબીત થયું છે કે શરાબ જુની હોય તેમ મૂલ્ય વધે છે. લંડનના સોથબીજમાં વેલેરિયો અદામી લેબલવાળી મેકલન સિંગલ માલ્ટ વ્હિસ્કીની નિલામી થઇ જે ૨.૭ મિલિયન ડોલર એટલે કે ૨૨ કરોડ રુપિયામાં વેચાઇ હતી. આ મેકલન સિંગલ માલ્ક્ વ્હિસ્કીએ અગાઉની હરાજીના તમામ રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચ્યો છે. 

આ વ્હિસ્કી ૪૦ બોટલોના એક સંગ્રહનો જ ભાગ છે જે  ૬૦ વર્ષ સુધી બેરલમાં રહયા પછી ૧૯૮૬માં બોટલપેક કરવામાં આવી હતી. નિષ્ણાતોનું ંમાનવું છે કે મેકલન આ પહેલીવાર જ ચર્ચામાં આવી છે તેવું પણ નથી. ૨૦૧૯માં એક બોટલ આશ્ચર્યજનક રીતે ૧.૮૬ મિલિયન ડોલરમાં વેચાઇ હતી. આ વખતે ૪ વર્ષ પહેલા નિલામીનો થયેલો રેકોર્ડ આ સાથે તૂટી ગયો છે. સોથબીના પ્રુમખ જોની ફાઉલે જણાવ્યું હતું કે ૧૯૨૬ની આ એક એવી વ્હિસ્કી જેને દરેક સંગ્રહકર્તા પોતાની પાસે રાખવા ઇચ્છે તેવી છે માત્ર ૪ વર્ષમાં જ નિલામીનો રેકોર્ડ તુટી ગયો જે ઉત્સાહ વધારનારી બાબત છે.


Gujarat