- સૂર્યના વાતાવરણમાં ૮ લાખ કિ.મી.નો વિરાટ કોરોનલ હોલ સર્જાયો
- સૂર્યનો-એઆર ૩૯૭૬ સંજ્ઞાવાળો સૂર્યકલંકનો હિસ્સો હજી વધુ ઉગ્ર બનવાની નાસાની ચેતવણી
મેરીલેન્ડ(અમેરિકા)/મુંબઇ : અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)નાં અને નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશન (એન.ઓ.એ.એ.-નોઆ)નાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે સૂર્યમાંથી ફેંકાયેલા ભયાનક સૌર પવનોની થપાટને કારણે આજે ૬ ઃ ૧૦ , યુનિવર્સલ ટાઇમ કોર્ડિનેટેડ(યુટીસી) ૨૦૨૫ની ૩૧,જાન્યુઆરીએ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં અને ઇન્ડિયન ઓશન પ્રદેશના હિસ્સામાં રેડિયો બ્લેકઆઉટ સર્જાયો હતો.
રેડિયો બ્લેકઆઉટ એટલે સંદેશા વ્યવહાર અને વીજળી પુરવઠો ખોરવાઇ જાય.ટેલિવિઝનનું પ્રસારણ બંધ થઇ જાય રેલવેના સિગ્નલ ફેઇલ થઇ જાય. રેફ્રીજરેટમાં મોટા વિસ્ફોટ થાય. પૃથ્વીના ઉત્તર ધુ્રવ અને દક્ષિણ ધુ્રવના વાતાવરણમાં રાતા,ભૂરા,પીળા રંગના વિશાળ કદના પટ્ટા (જેને અરોરા લાઇટ્સ કહેવાય છે)સર્જાય અને ભયંકર વિસ્ફોટ પણ થાય.
હાલ સૌર પવનોની ગતિ ૩૦૫ કિલોમીટર(પ્રતિ સેકન્ડ) ની છે.
ઉપરાંત, સૂર્યના - એઆર ૩૯૭૬ સંજ્ઞાાવાળા સૂર્યકલંકમાંથી સૌર જ્વાળા પૃથ્વી પર વધુ અસર આજે ૩૧,જાન્યુઆરીની મોડી રાતે અથવા આવતીકાલે ૧, ફેબુ્રઆરીએ પણ થવાની શક્યતા છે. સૂર્યના - એઆર ૩૯૭૬ સંજ્ઞાાવાળા સૂર્યકલંકનો હિસ્સો તો હજી પણ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.વળી, સૌર પવનોની ભારે અસરને કારણે જી-૧ પ્રકારનાં વિદ્યુત ચુંબકીય તોફાનોનો ખળભળાટ પૃથ્વીના ઉંચાં અક્ષાંશવાળાં સ્થળોએ થવાની સંભાવના છે.એટલે કે પૃથ્વીના ઉત્તર ધુ્રવના અને દક્ષિણ ધુ્રવના પ્રદેશોમાં અરોરા લાઇટ્સ સર્જાવાની સંભાવના છે.
નાસાનાં સૂત્રોએ એવી ચેતવણી પણ આપી છે કે હાલ સૂર્યનારાયણના જુદા જુદા સાત હિસ્સામાંથી મહાભયાનક કહી શકાય તેવી સૌરજ્વાળાઓ ભભૂકી રહી છે. આમાંની મોટાભાગની સૌર જ્વાળાઓની દિશા પૃથ્વી તરફની છે. ઉપરાંત, સૂર્યના - એઆર ૩૯૮૦ અને એઆર ૩૯૮૧ સંજ્ઞાાવાળા સૂર્ય કલંકમાંથી પણ વિશાળ સૌર જ્વાળાઓ પણ અફાટ અંતરિક્ષમાં ફેંકાવાની શક્યતા છે.


