World

ઇરાનના ફોર્ડો પરમાણુ કેન્દ્રને અમેરિકાનો બંકર બસ્ટર બોંબ ભેદી શકે ? ઉભા થયા સવાલ

By GS TEAM
19 Jun 20252 mins read
ઇરાનના ફોર્ડો પરમાણુ કેન્દ્રને અમેરિકાનો  બંકર બસ્ટર બોંબ ભેદી શકે ? ઉભા થયા સવાલ

ન્યૂયોર્ક,૧૯ જૂન,૨૦૨૫,ગુરુવાર 

ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેની લડાઇમાં ઇરાનના પરમાણુ કાર્યક્રમને લઇને સૌથી મોટો વિવાદ છે. ઇઝરાયેલે ઇરાનના પરમાણુ મથકના ટાર્ગટ બનાવીને ઇરાનને અણુબોંબ બનાવતું અટકાવવા માંગે છે. ઇરાનના અણુબોંબથી સૌથી મોટો ખતરો ઇઝરાયેલ અનુભવે છે. ઇરાન અને ઇઝરાયેલ ઝગડામાં ઇરાનના ફોર્ડો પરમાણુ મથક ચર્ચામાં છે જે ઇરાનના પરમાણુ સંશોધન માટે સૌથી મહત્વનું છે. સૈન્ય નિષ્ણાતોનું માનવું છે કે  ફોર્ડો પરમાણુ મથક જમીનની નીચે ૯૦ મીટર જેટલું નીચે બંકરમાં છે. 

આ અણુ બંકર પર હુમલા માટે બંકર બસ્ટર બોંબની જરુર પડે છે જે માત્ર અમેરિકા પાસે જ છે. ઇઝરાયેલ અને અમેરિકાની દોસ્તી જોતા ઇઝરાયેલને અમેરિકા બંકર બસ્ટર બોંબ આપી શકે છે અથવા તો અમેરિકા યુધ્ધમાં જોડાય તો ખૂદ ઉપયોગ કરી શકે છે પરંતુ બંકર બસ્ટર બોંબ જો કામમાં ના લાગે તો પ્રેસ્ટિજનો પણ સવાલ જોડાયેલો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના કથિત બંકર બસ્ટર બોંબ પર સંપૂર્ણ ભરોસો નથી. બંકર બસ્ટર બોંબ અંગે ડોનાલ્ડ ટ્રમ્પના રક્ષા અધિકારીઓ અંગે કહેવું છે યુરેનિયમ સંવર્ધન કેન્દ્રનો વિનાશ થવાનો હોય તેની ગેરંટી હોય તો જ ઉપયોગ કરવો જોઇએ, 


બસ્ટર બોંબથી નહી બંકર બી-2 બોમ્બર અણુશકિતથી જ તોડી શકાય 

૧૩.૬ ટનનો બોંબ જીબીયુ-૫૭ બોંબ ફેંકવાથી ફોર્ડો પરમાણુ સંયંત્રને અસર થશે જ એની ખાતરી કરવી જરુરી છે. જીબીયુ-૫૭ બંકર બસ્ટર બોંબ કેટલો પ્રભાવશાળી છે તે અંગે પેન્ટાગોનના અધિકારીઓ પણ ભારે મતભેદો ધરાવે છે. કેટલાકનું માનવું છે કે ટ્રમ્પે ફોર્ડો અણું મથક માટે ઉપયોગ કરવો જોઇએ નહી. ઇરાનના મજબૂત સુરક્ષા કવચને તોડવા માટે પરંપરાગત બી-૨ બોંબર વડે પરમાણુ શકિતનો સિમિત ઉપયોગ કરવો પડે જેના માટે તૈયાર થશે તેમ જણાતું નથી.