ખામેનીના સહાયક સાથે પુતિનની મંત્રણા ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે કરેલ ચર્ચા

- ગુપ્ત રીતે ચીન, ઉ.કોરિયા, રશિયા અને ઈરાનની ધરી રચાઈ રહી છે ?
- પુતિન અલિ લારીજાની મંત્રણામાંથી પ.એશિયાની તંગદિલી, ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષની ચર્ચા થઈ, પરંતુ લશ્કરી સહાયનો કોઈ ઉલ્લેખ તે સંધિમાં કરવામાં આવ્યો નથી
મોસ્કો : ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલિ ખામેનીના વરિષ્ઠ સહાયક, અલિ લારીજાની સાથે પ્રમુખ પુતિને યોજેલી મંત્રણામાં પશ્ચિમ એશિયાની વણસી રહેલી પરિસ્થિતિ અને ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
એક મહિના પૂર્વ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ ખરાધીસને પણ મળ્યા હતા.
આ પછી રવિવારે (તા. ૨૦ જુલાઈએ) અલિ લારીજાની પ્રમુખ પુતિનને મળ્યા હતા. જે અંગે ક્રેમ્લીનના પ્રવક્તા દીમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે ઈરાનના નેતાગણ વતી અલિ લારીજાનીએ મધ્યપૂર્વમાં વણસી રહેલી પરિસ્થિતિ અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી.
જૂન ૨૨મીએ અમેરિકાએ ઈરાનનાં પરમાણુ કેન્દ્રો ઉપર એરસ્ટ્રાઈક કર્યા પછી જૂનની ૨૩મીએ જ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાધયી ૨૩મી તારીખે જ મોસ્કો પહોંચી ગયા હતા અને પ્રમુખ પુતિન સાથે મંત્રણાઓ કરી હતી.
મોસ્કો અને તહેરાને વ્યૂહાત્મક ભાગીદાર સંધી કરી હતી પરંતુ તેમાં તેવો કોઈ ઉલ્લેખ ન હતો કે બેમાંથી એક ઉપર પણ આક્રમણ થાય તો બીજાએ સહાય કરવી. આ રીતે જેમાં તે સંરક્ષણ કરારો ન હતા માત્ર વ્યાપાર અને ઊર્જા ક્ષેત્રે, ઇરાનને સહાયભૂત થવાનું વચન અપાયું હતું અને મધ્યપૂર્વની પરિસ્થિતિનો શાંતિમય અને રાજદ્વારી રીતે ઉકેલ લાવવા અનુરોધ કરાયો હતો.
એક જ મહિનામાં ઇરાનના બે વરિષ્ઠ નેતાઓએ મોસ્કોની લીધેલી મુલાકાત પછી વિશ્લેષણકારો આશંકા સેવે છે કે ચીન, ઉ.કોરિયા, રશિયા દ્વારા ગુપ્ત રીતે એક ધરી રચાઈ રહી છે.








