World

'એક પણ ટોમહોક મિસાઈલ આવશે તો કચડી નાખીશું...', પુતિનની સીધી અમેરિકાને ધમકી

By GS TEAM
24 Oct 20252 mins read
TukuTouch Logo
અમેરિકા દ્વારા રશિયન ઓઇલ કંપનીઓ પર નવા પ્રતિબંધો અને રદ થયેલી બુડાપેસ્ટ શિખર સંમેલન બાદ રશિયાએ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે, જો યુક્રેનને રશિયાની અંદર સુધી હુમલો કરવા માટે ટોમહોક ક્રૂઝ મિસાઈલ જેવા લાંબી દૂરીના હથિયારો આપવામાં આવ્યા, તો મોસ્કોની પ્રતિક્રિયા "કચડી નાખનારી અને ચોંકાવનારી" હશે. આ સાથે જ, રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવે નવા અમેરિકન પ્રતિબંધોને "રશિયા વિરુદ્ધ યુદ્ધની કાર્યવાહી (Act of War)" ગણાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'એક પણ ટોમહોક મિસાઈલ આવશે તો કચડી નાખીશું...', પુતિનની સીધી અમેરિકાને ધમકી

Russia vs USA News: અમેરિકા દ્વારા રશિયન ઓઇલ કંપનીઓ પર નવા પ્રતિબંધો અને રદ થયેલી બુડાપેસ્ટ શિખર સંમેલન બાદ રશિયાએ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે, જો યુક્રેનને રશિયાની અંદર સુધી હુમલો કરવા માટે ટોમહોક ક્રૂઝ મિસાઈલ જેવા લાંબી દૂરીના હથિયારો આપવામાં આવ્યા, તો મોસ્કોની પ્રતિક્રિયા "કચડી નાખનારી અને ચોંકાવનારી" હશે. આ સાથે જ, રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવે નવા અમેરિકન પ્રતિબંધોને "રશિયા વિરુદ્ધ યુદ્ધની કાર્યવાહી (Act of War)" ગણાવ્યા છે.

આ પણ વાંચોઃ કિમ જોંગ અને પુતિને ડિફેન્સ ડીલ કરી ટ્રમ્પનું ટેન્શન વધાર્યું, અમેરિકાના દબાણ આગળ નહીં નમે રશિયા

શા માટે ભડક્યું રશિયા? 

આ આક્રમક પ્રતિક્રિયાઓ એવા સમયે આવી છે, જ્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને પુતિન વચ્ચેની પ્રસ્તાવિત બુડાપેસ્ટ શિખર સંમેલન રદ થઈ ગયું છે અને અમેરિકાએ રશિયાની બે સૌથી મોટી ઓઇલ કંપનીઓ પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. યુક્રેન લાંબા સમયથી અમેરિકા પાસેથી લગભગ 1600 કિલોમીટરની રેન્જવાળી ટોમહોક ક્રૂઝ મિસાઇલોની માંગ કરી રહ્યું છે, જેનાથી તે રશિયાની અંદર આવેલા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે. આ નવા પરિદ્રશ્યમાં પુતિનનું આ કડક નિવેદન આવ્યું છે.

પુતિને કહ્યું- 'કોઈ સ્વાભિમાની દેશ દબાણમાં ન ઝૂકે' 

પ્રમુખ પુતિને કહ્યું કે, "કોઈપણ સ્વાભિમાની દેશ, ખાસ કરીને રશિયા જેવો દેશ, બાહ્ય દબાણ સામે ઝૂકી શકે નહીં. ટ્રમ્પ સાથેની બેઠક રદ નથી થઈ, પરંતુ માત્ર સ્થગિત કરવામાં આવી છે અને પડદા પાછળ વાતચીત ચાલુ છે."

આ પણ વાંચોઃ અમેરિકાનો ફરી મોટો દાવો, ટ્રમ્પે કહ્યું એટલે ભારત-ચીને રશિયા પાસેથી ઓઈલ ખરીદી ઘટાડી

અમેરિકાને વળતી ચેતવણી આપતા પુતિને એમ પણ કહ્યું કે, રશિયન તેલ પરના પ્રતિબંધોની ખરાબ અસર અમેરિકન ગ્રાહકો પર જ પડશે, કારણ કે વૈશ્વિક તેલના ભાવ આસમાને પહોંચશે, જે ચૂંટણી સમયે ટ્રમ્પ માટે મુશ્કેલી ઊભી કરશે.

મેદવેદેવનું આક્રમક નિવેદન 

રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવ, જેઓ તેમના આક્રમક નિવેદનો માટે જાણીતા છે, તેમણે કહ્યું, "હવે કોઈ ભ્રમ ન રાખશો. અમેરિકા આપણો દુશ્મન છે અને ટ્રમ્પ હવે રશિયા વિરુદ્ધ યુદ્ધના માર્ગ પર છે. હવે રશિયા બિનજરૂરી વાતચીતની પરવા કર્યા વિના યુક્રેન પર હુમલો કરી શકે છે અને જમીન પર જીત મેળવી શકે છે, ટેબલ પર નહીં."