Get The App

યુક્રેનને યાદ રહી જાય તેવો જવાબ મળશે ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિન ગર્જયા

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
યુક્રેનને યાદ રહી જાય તેવો જવાબ મળશે ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિન ગર્જયા 1 - image


- રશિયા પર વધુ પ્રતિબંધો લાદવા યુક્રેનની માંગ

- રશિયાએ યુક્રેન પર કુલ 103 ડ્રોન અને એક મિસાઇલ વડે વિવિધ શહેરો પર હુમલો કર્યો : ઝેલેન્સ્કી

- રશિયાએ યુક્રેનના પ્રિલ્યુકી શહેર પર કરેલા ડ્રોન હુમલામાં બાળક સહિત પાંચનાં મોત અને અનેક ઘાયલ

મોસ્કો : રશિયાએ જણાવ્યું હતું કે તે યુક્રેનના ડ્રોન હવાઈહુમલાને લઈને વળતો  અને આકરો જવાબ આપશે. રશિયન લશ્કર તેને લઈને આ માટે સ્થળ અને સમયની પસંદગી કરીને યોગ્ય જવાબ આપશે. પુતિને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી વાતચીતમાં પણ જણાવ્યું હતું કે રશિયા યુક્રેનને પહેલી જૂનના રોજના ડ્રોન હુમલાનો તેણે કલ્પ્યો ન હોય તેવો જવાબ આપશે. 

યુક્રેને રશિયા પર કરેલા હુમલામાં તેના ન્યુક્લિયર બોમ્બરના કાફલાને નુકસાન પહોંચાડયું હતું. યુક્રેને રશિયાના મુર્માંસ્ક, ઇર્કુસ્ક, ઇવાનોવો, રાયઝાન અને અમુર વિસ્તાર પર હુમલો કર્યો હતો. 

આ ઉપરાંત તે વિદેશપ્રધાન લાવરોવની તે વાત સાથે પણ સંમત થયા હતા કે યુક્રેન સાથેની શાંતિ મંત્રણા ઉપયોગી રહી હતી. યુક્રેનના હુમલામાં નુકસાન પામેલા રશિયાના પ્લેન રિપેર થઈ જશે, એમ રશિયાના સંરક્ષણ  મંત્રાલયે જણાવ્યું હતું.

રશિયાએ યુક્રેન પર વહેલી સવારે કરેલા હુમલામાં એક બાળક સહિત પાંચના મોત થયા હતા. રશિયાએ ઉત્તર યુક્રેનિયન સિટી પ્રિલકી ખાતે હુમલો કર્યો હતો. 

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રહેણાક વિસ્તારમાં વહેલી સવારે છ ડ્રોન ત્રાટક્યા હતા. આ હુમલામાં સ્થાનિક ફાયરબ્રિગેડના વડાનો પૌત્ર જ માર્યો ગયો હતો, એમ યુક્રેનના ગૃહપ્રધાને જણાવ્યું હતું. 

યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રહેણાક વિસ્તારમાં શાહેદ ડ્રોન ત્રાટક્યા હતા. યુક્રેનના શહેર પર થયેલા હુમલામાં પોલીસ ઓફિસર માતા પણ મૃત્યુ પામી હતી. 

કીવથી ૧૦૦ કિ.મી. દૂર આવેલું આ પ્રિલ્યુકી શહેર યુદ્ધ પૂર્વે ૫૦,૦૦૦ની વસ્તી ધરાવતું હતું. આ શહેરમાં કોઈપણ પ્રકારની મિલિટરી એસેટ ન હોવા છતાં પણ રશિયાએ તેના પર હુમલો કર્યો છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રહેણાક વિસ્તારો પરનો હુમલો બતાવે છે કે રશિયા પર વધુ આકરા પ્રતિબંધો મૂકવા શા માટે જરુરી છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે કુલ ૧૦૩ ડ્રોન અને એક મિસાઇલ ત્રાટક્યું હતું.

Tags :