- આ ઘટના લુબ્યંકામાં FSB જાસૂસી કાર્યાલયનાં મુખ્ય મથક પાસે બની : કારની કિંમત 2,75,000 પાઉન્ડ છે
મોસ્કો : પ્રમુખ પુતિનના કાફલાની એક કારમાં ધડાકો થઇ ગયો.આગ લાગી. આ પછી અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. આ ઘટના લુબ્યંકામાં એફએસબી જાસૂસી સેવા મુખ્યાલય પાસે બની. તે કારની કિંમત ૨,૭૫,૦૦૦ પાઉન્ડ છે.
આ સાથે પ્રશ્ન ઊઠે છે કે આ ધડાકો પ્રમુખ પુતિનને નિશાન પર લાવી કરવામાં આવ્યો હશે ? આગ લાગતાં લોકો સહાય માટે દોડયા હતા આગ તો ઓલવાઈ ગઈ પરંતુ યાદ રાખવું જરૂરી છે કે થોડા સમય પૂર્વે જ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પુતિનનાં મૃત્યુની આગાહી કરી હતી.
પુતિનના કાફલાની તે લિમોઝિન કારમાં લાગેલી આગનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં દેખાય છે કે પહેલાં એન્જિનમાં આગ લાગે છે. પછી સમગ્ર કારમાં ફેલાઈ જાય છે.
આ કારોની વ્યવસ્થા પ્રમુખ સંપત્તિ વિભાગ દ્વારા કરવામાં આવે છે. જે પ્રમુખનાં પરિવહનનું ધ્યાન રાખે છે. જો કે તે કારમાં ડ્રાઈવર ઉપરાંત કોઈ હતું કે નહીં તે વિષે કોઈ માહિતી નથી.
રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી જ રહ્યું છે. થોડા દિવસો પહેલાં જ ઝેલેન્સ્કીએ બુ્રસેલ્સમાં નાટો હેડક્વાર્ટરમાં કહ્યું હતું કે પુતિનનું ટુકં સમયમાં મૃત્યુ થશે. તેમનું મૃત્યુ થતાં યુક્રેન યુદ્ધ પણ સમાપ્ત થશે. આ ઉપરાંત ૨૬ માર્ચે પેરિસનાં પણ યુરોપીય પત્રકારોને એક ઇન્ટરવ્યુમાં પણ ઝેલેન્સ્કીએ આવી ટિપ્પણી કરી હતી.
પુતિનના સ્વાસ્થ્ય અંગે પણ ભાતભાતની અટકળો થઈ રહી છે ત્યારે ઘણી તપાસ સંસ્થાઓ આ ધડાકાને યુક્રેન યુદ્ધ સાથે કોઈ સંબંધ છે કે કેમ ? તે પણ તપાસી રહી છે.
૭૨ વર્ષના પુતિન લિમોઝિન કારોનો જ ઉપયોગ કરે છે. ઉ.કોરિયાના કીમ જોંગ ઊન સહિત કેટલાયે નેતાઓને તેમણે લીમોનિઝ ભેટ આપી છે.
આ ધડાકા પછી પ્રમુખના અંગરક્ષક ગાર્ડોની પણ પૂછપરછ થઇ રહી છે. એક નિવૃત્ત અંગરક્ષકે કહ્યું હતંે કે પ્રમુખને પોતાના જાનનો કેટલો ડર છે.
તે જે હોય તે પરંતુ ઝેલન્સ્કી દ્વારા કરાયેલાં તે વિધાનો યોગ્ય કહી ન જ શકાય.


