ટ્રમ્પે પુતિનને અલાસ્કામાં મળવા બોલાવ્યા, પછી બે કરોડનું બિલ પકડાવી દીધું! પેમેન્ટ ફરજિયાત કેશમાં જ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Putin Met Trump in Alaska: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન 15મી ઑગસ્ટના રોજ અલાસ્કામાં મળ્યા હતા. આ બેઠકમાંથી કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું, પરંતુ તેની ચર્ચા આખી દુનિયામાં થઈ હતી. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અલાસ્કા પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે, પુતિનની ટીમને વિમાનોમાં ઇંધણ ભરવા માટે રોકડ ચૂકવણી કરવી પડી હતી.
જાણો શું છે સમગ્ર મામલો
અહેવાલો અનુસાર, પ્રતિબંધોને કારણે રશિયા, અમેરિકાની બૅંકિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકતું નથી. અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ (વિદેશમંત્રી) માર્કો રૂબિયોએ કહ્યું છે કે, 'રશિયન વિમાનોને ઇંધણ ભરવા માટે અલાસ્કામાં રોકાવું પડ્યું. તેમણે 250,000 ડૉલર (લગભગ 2.2 કરોડ રૂપિયા) રોકડમાં ચૂકવણી કરવી પડી કારણ કે તે કેટલાક પ્રતિબંધોને કારણે અમે બૅંકિંગ સિસ્ટમ દ્વારા વ્યવહાર કરી શકતા નથી. પહેલાથી જ લાગુ થયેલા તમામ પ્રતિબંધો હજુ પણ અમલમાં છે અને રશિયા દરરોજ તેની અસરનો સામનો કરી રહ્યું છે.' જોકે, આ પ્રતિબંધોથી અત્યાર સુધી યુદ્ધની દિશા બદલાઈ નથી.
અલાસ્કા સમિટમાં શું થયું?
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ટીમ લગભગ પાંચ કલાક અલાસ્કામાં રહી અને પછી પ્રેસ કોન્ફરન્સ પછી પરત ફરી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે લગભગ ત્રણ કલાક ચાલેલી બેઠક છતાં કોઈ નક્કર પરિણામ પ્રાપ્ત થયું નહીં. યુદ્ધવિરામ કે અન્ય કોઈ કરાર અંગે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. જો કે, કેટલાક અહેવાલો અનુસાર, રશિયાએ યુદ્ધ બંધ કરવાના બદલામાં યુક્રેન પાસેથી ડોનેટ્સક અને લુહાન્સ્ક પ્રદેશોની માંગણી કરી હતી.
આ પણ વાંચો: ચીન સાથે ડીલ બાદ ભારત અને નેપાળ વચ્ચે ફરી વિવાદ! વિદેશ મંત્રાલયનો કડક જવાબ
ઉલ્લેખનીય છે કે, લુહાન્સ્કનો મોટો ભાગ પહેલાથી જ રશિયાના કબજા હેઠળ છે. પરંતુ ડોનેટ્સકના કેટલાક ભાગો હજુ પણ યુક્રેન પાસે છે, જ્યાં ક્રેમેટોર્સ્ક અને સ્લોવિઆન્સ્ક જેવા મોટા શહેરો છે. આ સ્થળોનો બચાવ કરતી વખતે યુક્રેનને ભારે જાનમાલનું નુકસાન થયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત
18મી ઑગસ્ટના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કી વ્હાઇટ હાઉસ ખાતે મળ્યા હતા. તેમની સાથે ઘણાં યુરોપિયન નેતાઓ પણ હાજર હતા. ટ્રમ્પ અને ઝેલેન્સ્કીએ લગભગ 40 મિનિટ સુધી વાત કરી અને નિર્ણય લીધો કે રશિયા અને યુક્રેન વચ્ચે સીધી વાતચીત થશે. ઝેલેન્સ્કીએ કહ્યું કે હું પુતિન સાથે સીધી વાત કરવા તૈયાર છું, પરંતુ યુક્રેનિયન જમીન છોડવાના કોઈપણ પ્રસ્તાવને સ્વીકારશે નહીં.'








