- ઉત્તર કોરિયાના કીમ જોંગ ઊનને તલવાર ભેટમાં મોકલી છે
- નરેન્દ્ર મોદીને સુખોઈ SU-57 સ્ટીબ્થ ફાયટર જેટનું મોડેલ ભેટ આપ્યું : ટ્રમ્પને આલાસ્કા મીટિંગની તસ્વીર ભેટમાં મોકલી
મોસ્કો : ક્રિસમસના દિવસે એકબીજાને ભેટ આપવાનો રીવાજ તો સદીઓ જૂનો છે. તેને અનુસરી પ્રમુખ પુતિને વિવિધ દેશોના પ્રમુખો કે વડાપ્રધાનોને વિવિધ ભેટો મોકલી છે. ભારત, ચીન, અમેરિકા અને તુર્કી સહિત ઘણા દેશોમાં તેઓએ ભેટો મોકલી છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓએ સુખોઈ એસ-યુ-૫૭ સ્ટીબ્ધ ફાયટર જેટનાં વિમાનનું નાનકડું મોડેલ ભેટ મોકલ્યું છે.
તેમણે સૌથી પહેલી ગિફટ ચીનના પ્રમુખ શી-જિનપિંગને મોકલી છે. તેમાં ડૉલર રશિયન રૂબલ અને ચીનના યુયાન દર્શાવતો પત્ર છે. જે ક્રિસમસ ટ્રી પર લગાડતાં ડૉલરની નિશાની જમીન પર પડી જાય છે. તે દ્વારા તેઓ તે દર્શાવવા માગતા હશે કે રશિયા અને ચીન મળીને ડૉલરને સીધો પડકાર આપવા તૈયાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પને મોકલેલા ઉપહારમાં આલાસ્કા-શિખર મંત્રણાની યાદ અપાઈ છે. તેમાં ટ્રમ્પ સાથેની તેમની મુલાકાતની તસ્વીર છે. જોકે આલાસ્કામાં થયેલી આ બેઠકમાં યુક્રેન યુદ્ધ અંગે કોઈ પરિણામ ન આવતાં આ તસ્વીર દ્વારા ટ્રમ્પ ઉપર કટાક્ષ પણ કર્યો છે.
તૂર્કીના પ્રમુખ રજબ તૈયબ ઇરદોગન એક તસ્વીર મોકલી છે જેમાં પુતિન ઇર્દોગનને એક સ્નો-બોલ આપતા દેખાય છે. તેની ઉપર અક્કુ શબ્દ લખેલા છે. તે રશિયન કંપની રોસાટોમ દ્વારા તુર્કીમાં રચવામાં આવી રહેલાં પરમાણુ ઊર્જા સંયંત્રો રેખાંકિત કરે છે.
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ-ઊનને એક તલવાર ભેટ મોકલી છે સાથે એક નોટ છે : ''રશિયા તરફથી આભાર સાથે.'' આમ વિવિધ દેશો અને તેમની સરકારોના વડાઓને પુતિને બહુવિધ ભેટો મોકલી છે.


