ચીનના ઐતિહાસિક પરેડ કાર્યક્રમમાં પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોગ ઉન જોડાશે
વિશ્વના ૨૬ વૈશ્વિક નેતાઓ બેઇજિંગમાં વિજય દિન સૈન્ય પરેડમાં લેશે
પશ્ચિમી દેશોએ વિજય દિન પરેડ માટે પોતાના પ્રતિનિધિ મોકલવાનું ટાળ્યું
ટોક્યો,૨૮ ઓગસ્ટ,૨૦૨૫,ગુરુવાર
જાપાન અને ચીન વચ્ચે ઐતિહાસિક પરેડ બાબતે મતભેદ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સહિત વિશ્વના ૨૬ વૈશ્વિક નેતાઓ બુધવારે બેઇજિંગમાં વિજય દિન સૈન્ય પરેડમાં ભાગ લે તેવી શકયતા છે. વિદેશ ઉપ સચિવ હોન્ગ લેડ એ બીજા વિશ્વયુધ્ધના અંતમાં જાપાને ચીનની જીતના ઉપલક્ષ્યમાં આયોજીત કાર્યક્રમોની અગાઉ જાહેરાત કરી હતી.
હોન્ગના જણાવ્યા અનુસાર જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી હાતોયામા યુકિઓ પણ જોડાશે. ચીન જાપાની આક્રમણની વિરુધ લોકોના પ્રતિરોધ અને વિશ્વ ફાંસીવાદી વિરોધી યુધ્ધમાં વિજય દિવસના ૮૦ માં વર્ષના ઉપલક્ષ્યમાં ૩ સપ્ટેમ્બરે ભવ્ય પરેડ અને કાર્યક્રમો આયોજીત કરી રહયું છે. ચીન સ્પષ્ટ રીતે પોતાને યુધ્ધમાં વિજયી દેશ તરીકે પોતાને પ્રસ્તુત કરવા પ્રયાસ કરશે.આ પરેડ કાર્યક્રમમાં ભાગ લેનારા મહાનુભાવો ચીન સાથે ઘનિષ્ઠ સંબંધ રાખનારા દેશોના છે. મોટા ભાગના પશ્ચિમી દેશોએ વિજય દિવસ પરેડ માટે પોતાના પ્રતિનિધિ મોકલ્યા નથી.
ઉત્તર કોરિયાની સરકારી કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ ગુરુવારે પુષ્ટી કરી હતી કે નેતા કિંગ જોંગ ઉન પરેડ અને આનુસાંગિક કાર્યક્રમોમાં ભાગ લેશે. એજન્સીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિમંત્રણના આધારે વહેલાસર ચીન જશે. જાન્યુઆરી ૨૦૧૯માં કિમની આ પ્રથમ ચીન યાત્રા હશે. ઉત્તર કોરિયાઇ નેતા આ કાર્યક્રમમાં ભાગ લેવું દુલર્ભ હશે. ખાસ કરીને વિદેશી નેતાઓની વચ્ચે કિમ પહેલીવાર જોવા મળશે.