ભૂલથી તોડી પાડ્યું હતું વિમાન... 38 લોકોના મોત પર પુતિને પહેલીવાર રશિયાની ભૂલ સ્વીકારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image Twitter |
Russia-Azerbaijan: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે પહેલી વાર સ્વીકાર્યું કે, ડિસેમ્બર 2024 માં અઝરૂબૈજાનનું એક વિમાન રશિયન એર ડિફેન્સ સિસ્ટમની ભૂલના કારણે ક્રેશ થયું હતું. આ વિમાન બાકુથી ગ્રોઝની જઈ રહ્યું હતું અને તેમાં 67 લોકો સવાર હતા, જેમાં 38 લોકો મોત થયા હતા. પુતિને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રશિયન હવાઈ સંરક્ષણની પ્રણાલીઓએ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવા માટે મિસાઇલો છોડી હતી, પરંતુ આ વિમાનની નજીક વિસ્ફોટ થયો હતો, જેના કારણે તે પશ્ચિમ કઝાકિસ્તાનમાં ક્રેશ થયું હતું.
આ પણ વાંચો: BIG NEWS | નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાતના ગણતરીના કલાક પહેલા ટ્રમ્પને રશિયાનું સમર્થન
અઝરબૈજાને આ ઘટનાના દરેક પાસાએ નિષ્પક્ષ તપાસની માંગ કરી
પુતિને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવની પહેલીવાર સત્તાવાર માફી માંગી હતી અને મૃતકોના પરિવારોને વળતર આપવાનું વચન આપ્યું હતું. આ પહેલા પુતિને જવાબદારી સ્વીકાર્યા વિના તેને માત્ર દુ:ખદ ઘટના ગણાવી હતી. આ દુર્ઘટના અઝરબૈજાને રશિયા પર સત્ય હકીકત છુપાવવાનો અને તથ્યો દબાવવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ ઉભો થયો હતો. દુશાન્બેમાં પુતિન સાથેની મુલાકાત દરમિયાન અલીયેવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અઝરબૈજાન આ ઘટનાના દરેક પાસાની નિષ્પક્ષ તપાસની માંગ કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આવી ઘટનાઓને રોકવા માટે સુરક્ષા તંત્ર અને કોમ્યુનિકેશન સિસ્ટમને મજબૂત બનાવવી જરૂરી છે.
રશિયા-અઝરબૈજાન સંબંધોને સ્થિર કરવાનો મહત્ત્વપૂર્ણ
તો અહીં નિષ્ણાતોનું માનવું છે કે, પુતિનની આ માફી રાજદ્વારી તણાવ ઘટાડવા અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટેનું એક પગલું છે. તેમનું માનવું છે કે, આ પગલું રશિયા-અઝરબૈજાન સંબંધોને સ્થિર કરવાનો ઇશારો કરે છે. જેથી બંને રાષ્ટ્રો હવે આ ઘટનામાંથી શીખશે અને ભવિષ્યમાં આવી આફતોને રોકવા માટે સુરક્ષા પગલાં અને સહયોગને વધુ મજબૂત બનાવશે તેવી આશા રાખે છે.
બંને દેશો વચ્ચેના સંબંધો પહેલેથી જ મજબૂત હતા
ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચેના સંબંધો પહેલેથી જ મજબૂત હતા. ખાસ કરીને વેપાર, ઊર્જા અને વ્યૂહાત્મક ભાગીદારીમાં તો સારા સંબંધો જળવાયેલા છે. જોકે, આ દુર્ઘટનાથી વિશ્વાસનો પાયો હલી ગયો છે. આ દુર્ઘટના પછી અઝરબૈજાને તેમના નાગરિકોનું રક્ષણ અને રશિયન પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવાનું શરૂ કર્યું છે. રશિયામાં રહેતા અઝરબૈજાની સમુદાયે પણ આ ઘટના બાદ આક્રોશ વ્યક્ત કર્યો હતો.









