World

ટ્રમ્પનું આરોગ્ય બગડી રહ્યું છે મનોવિજ્ઞાનીઓએ ચિંતા દર્શાવી

By GS TEAM
27 Aug 20252 mins read
ટ્રમ્પનું આરોગ્ય બગડી રહ્યું છે મનોવિજ્ઞાનીઓએ ચિંતા દર્શાવી

- અમેરિકાના પ્રમુખ આરોગ્ય અંગેની ચિંતા છુપાવે છે

- બે અગ્રીમ મનોવિજ્ઞાનીઓ, ડૉ. હેરી સેગલ અને ડૉ. જોન ગાર્ટરે અમેરિકી પ્રમુખની શારીરિક અને માનસિક સ્થિતિ અંગે ચિંતા દર્શાવી

ન્યૂયોર્ક/વોશિંગ્ટન : બે અગ્રીમ મનોવિજ્ઞાનીઓ ડૉ. હેરી સેગલ અને ડૉ. જોન ગાર્ટરે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની શારિરીક અને માનસિક સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તે વિશેષજ્ઞાોનો દાવો છે કે ૭૯ વર્ષના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પમાં ડીમેન્શ્યિા (મનોભ્રંશ)રનાં સ્પષ્ટ લક્ષણો દેખાય છે, જે સમય સાથે વધતાં જવાની પૂરી શક્યતા છે.

આ તબીબોએ તાજેતરમાં થિંકિંગ ટ્રમ્પ નામક કાર્યક્રમમાં રજૂ કર્યો હતો તેમાં ટ્રમ્પના વ્યવહાર અને શારિરીક ગતિવિધિઓમાં આવેલા અસામાન્ય ફેરફારોની વાત કરી હતી.

ડૉ. ગાર્ટરે કહ્યું કે ટ્રમ્પની સાઇકો મોટર કાર્ય પ્રણાલીમાં સ્પષ્ટ ગિરાવટ દેખાય છે. તેમાં સંભવત: ફ્રન્ટો ટેમ્પોરલ ડીમેન્શીયા (એફટીડી)થી પીડીત હોઈ શકે. તે એક અસામાન્ય પ્રકારનો ડીમેન્શિયા છે. તેથી મગજના આગમના તથા કીનારીના ભાગ ઉપર અસર કરે છે. તેથી વ્યવહાર અને ભાષા સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ બીમારી ધીમે ધીમે વર્ષો વહેવાની સાથે વધતી જાય છે, ગંભીર થતી જાય છે.

ડૉ. ગાર્ટરે વધુમાં કહ્યું : ગત વર્ષ એક ન્યૂરો સાઇકોલોજિસ્ટે કહ્યું હતું કે ફ્રન્ટો ટેમ્પોરલ ડીમેન્શિયાનું મુખ્ય લક્ષણ છે. વાઇ બેસ્ડ ગેઇટ જેમાં વ્યક્તિનો એક પગ અસામાન્ય રીતે અર્ધ ગોળાકાર સ્થિતિમાં હલતો દેખાય છે. તાજેતરમાં આલાસ્કામાં ટ્રમ્પની રશિયાના પ્રમુખ પુતિન સાથેની મંત્રણા સમયના વિડીયોનો હવાલો આપ્યો હતો. તેવો રેડ કાર્પેટ ઉપર આયાત વખતે અસામાન્ય રીતે ડગમગાતા દેખાતા હતા તેઓના જમણા પગની ગતિ તેઓને ડાબી બાજુ ધક્કેલી રહી હતી. તે બરોબર કરવા માટે તેઓ બીજી બાજુ ચાલવા લાગ્યા હતા. તેઓ જાણે કે નશામાં હોય તેમ લાગે પરંતુ ખરેખર નશામાં ન હતા. છતાં પોતાના પગ ઉપરનું નિયંત્રણ તેમણે ગુમાવ્યું હતું.

આ ઉપરાંત તેઓના જમણા હાથ ઉપર કશી ઇજા થઇ હોય તેમ દેખાતું હતું. હાથના આંગળા સોજેલા દેખાતા હતા. તેથી ટ્રમ્પ પોતાનો તે હાથ બીજા હાથથી ઢાંકી રાખતા હતા.

આ તબીબોએ તેમ પણ કહ્યું કે આ ફ્રંટોટેમ્પોરલ ડીમેન્શિયા (એફટીડી) એક અસામાન્ય પ્રકારનો ડીમેન્શિયા છે તે મગજના આગળના ભાગને તથા બંને તરફના લોબ્સને અસર કરે છે. સામાન્યત: તે ૪૦થી ૬૫ વચ્ચે થાય છે. વૃદ્ધોમાં પણ તે દેખાય છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પની વય અત્યારે ૭૯ વર્ષની છે. તેઓ કોઈ કોઈ વાર કશું ભૂલી પણ જાય છે. વૃદ્ધત્વની આ નિશાની છે. ૮૧ વર્ષના પૂર્વપ્રમુખ જો બાયડેને ઝેલેન્સ્કીને એક વખત પુતિન કહી દીધા હતા તે યાદ રહે.