Get The App

2024 અંગે નવા નેસ્ત્રોડેમસની ડરામણી ભવિષ્યવાણી! અમેરિકા પર આવશે મોટી આફત, જાણો શું-શું થશે

તેમણે પોતાની યુટ્યુબ ચેનલ કોફી વિથ ક્રેગ પર એક નવો એપિસોડ અપલોડ કર્યો

તેમણે અમેરિકાના રાજકારણ માટે તેમની ભવિષ્યવાણીઓ પર ચર્ચા કરી હતી

Updated: Nov 12th, 2023

GS TEAM

Google News
Google News
2024 અંગે નવા નેસ્ત્રોડેમસની ડરામણી ભવિષ્યવાણી! અમેરિકા પર આવશે મોટી આફત, જાણો શું-શું થશે 1 - image


New nostradamus prediction News | નવા નેસ્ત્રોડેમસ તરીકે ઓળખાતા એક સાઈકિક ક્રેગ હેમિલ્ટન પાર્કર (Craig Hamilton Parker) એ તાજેતરમાં 2024ને લઈને કેટલીક મહત્ત્વની ભવિષ્યવાણીઓ કરી હતી. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ કોફી વિથ ક્રેગ પર એક નવો એપિસોડ અપલોડ કર્યો હતો. આ ડરામણું છે. આ વીડિયોમાં અનેક મોટા મુદ્દાઓ પર આગળ વધતાં પહેલાં તેમણે અમેરિકાના રાજકારણ માટે તેમની ભવિષ્યવાણીઓ પર ચર્ચા કરી હતી. જેમાં એક અમેરિકામાં સત્તાની હાનિ અંગે છે. 

અમેરિકામાં થશે બ્લેકઆઉટ 

ક્રેગે કહ્યું કે એક વસ્તુ જે મને દેખાઈ રહી છે તે છે અમેરિકામાં વીજળી ડૂલ અને સંપૂર્ણપણે બ્લેકઆઉટ. ખાસ કરીને કેલિફોર્નિયા અને ટેક્સાસમાં મોટું બ્લેકઆઉટ થવાનું છે. જોકે આ બંને જગ્યાએ ખૂબ જ વધારે ઓઈલ છે. તેના પર ડીટેલમાં વાત કરતાં તેમણે કહ્યું કે હું તેને બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ તરીકે જોઉં છું. કદાચ કોઈ હવામાનની ઘટના કે તોફાનને કારણે આ બધું થઈ શકે છે. તેમણે કહ્યું કે નેચરલ ડિઝાસ્ટરમાં પવાર સપ્લાય સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત થવાને કારણે આ બધું થશે. 

ભયાવહ ભૂકંપમાં બધું ખેદાન મેદાન થઈ જશે 

તેના પછી તેમણે કહ્યું કે 2024માં અમેરિકમાં ખૂબ જ ભયાનક ભૂકંપ આવશે. હું તેને પશ્ચિમ તટ સુધી જોઈ રહ્યો છું. કદાચ બધુ જ બરબાદ થઈ જશે. એક ઝાટકે મોટું નુકસાન થવાનું છે. ક્રેગ હેમિલ્ટન પાર્કરને નવા નેસ્ત્રોડેમસ કહેવાય છે. ઉલ્લેખનીય છે કે નેસ્ત્રોડેમસ ફ્રાન્સના એક 16મી સદીના ભવિષ્યવક્તા હતા જેમની અનેક ભવિષ્યવાણીઓ સંપૂર્ણપણે સાચી ઠરી છે. એવામાં ક્રેગનો તાજેતરનો વીડિયો ડરામણો છે. 

2024 અંગે નવા નેસ્ત્રોડેમસની ડરામણી ભવિષ્યવાણી! અમેરિકા પર આવશે મોટી આફત, જાણો શું-શું થશે 2 - image

Tags :