World

અમેરિકાના જાસૂસોની જાણકારી આપો અને 1 લાખ ડૉલરનું ઇનામ મેળવો..', હવે ઈરાકી રેઝિસ્ટન્સનું એલાન

By GS TEAM
14 Mar 20262 mins read
TukuTouch Logo
ક્સ્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક્ક

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના જાસૂસોની જાણકારી આપો અને 1 લાખ ડૉલરનું ઇનામ મેળવો..', હવે ઈરાકી રેઝિસ્ટન્સનું એલાન

Iraqi Resistance's Declaration: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાકના સશસ્ત્ર જૂથ ઇસ્લામિક રેઝિસ્ટન્સે અમેરિકન સૈન્ય અને ગુપ્તચર કર્મચારીઓ અંગે એક સનસનીખેજ એલાન કર્યું છે. રેઝિસ્ટન્સ જૂથોએ ઈરાક અને આસપાસના ક્ષેત્રોમાં કાર્યરત અમેરિકન લશ્કર, ગુપ્તચર અને જાસૂસ એજન્સીના અધિકારીઓ વિશે સચોટ માહિતી આપનાર માટે ભારે ઈનામની જાહેરાત કરી છે.

અમેરિકાના જાસૂસોની જાણકારી આપો અને 1 લાખ ડૉલરનું ઈનામ મેળવો

શુક્રવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં રેઝિસ્ટન્સ જૂથોએ કહ્યું હતું કે, જે કોઈ પણ અમેરિકન સૈન્ય અથવા ઉચ્ચ-સ્તરીય ગુપ્તચર અધિકારીઓની ઓળખ અથવા ઠેકાણા વિશે સચોટ માહિતી આપશે તેને 150 મિલિયન ઈરાકી દીનાર (લગભગ $1,14,500 એટલે કે ભારતીય ચલણમાં રૂ. 95 લાખથી વધુ)નું ઈનામ આપવામાં આવશે.

આ ઈનામ ઈરાકી નાગરિકોની સાથે-સાથે ત્યાં રહેતા વિદેશી રહેવાસીઓ માટે પણ છે. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે, જમીની સ્તર પર રેઝિસ્ટન્સની વધતી જતી તાકાતના કારણે અમેરિકનો પાસે સુરક્ષાના વિકલ્પો ઓછા થઈ ગયા છે.

આ પણ વાંચો: ગ્રીન કાર્ડ માટે લૂંટનો 'ડ્રામા': અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ

ઈરાકી રેઝિસ્ટન્સના મતે અમેરિકન અધિકારીઓને હવે મજબૂર થઈને વૈકલ્પિક અને રહેણાંક વિસ્તારો(Civilian Locations)નો સહારો લેવો પડી રહ્યો છે, જેને તેઓ સુરક્ષિત માની રહ્યા છે. રેઝિસ્ટન્સે ભાર મૂકીને કહ્યું કે માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને તેના માટે સુરક્ષિત ચેનલો તૈયાર કરવામાં આવી છે.

તણાવની ચરમસીમા

આ એલાન એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે માત્ર એક દિવસ પહેલા જ આ જૂથોએ ઈરાકમાં યુએસ એરફોર્સના રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ(KC-135)ને તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો હતો, જેમાં તમામ છ ક્રૂ મેમ્બર માર્યા ગયા હતા. આ નવા ઈનામના એલાન બાદ ક્ષેત્રમાં તહેનાત અમેરિકન સૈનિકો અને દૂતાવાસના કર્મચારીઓ પર વધુ ખતરો મંડરાયો છે.