Get The App

VIDEO: ‘જિનપિંગ ખુર્શી છોડો’ના સૂત્રોચ્ચાર, કોરા કાગળ સાથે પ્રદર્શન... ચીનના લોકો કેમ થયા ગુસ્સે ?

ચીનમાં કડક લોકડાઉનના વિરોધમાં લોકો ગુસ્સે ભરાયા : આજે ચીનમાં 40 હજાર કેસ નોંધાયા

કડક લોકડાઉનથી આગની ઘટનામાં 10ના મોત થયા હોવાનો પ્રદર્શનકારીઓનો આક્ષેપ

Updated: Nov 27th, 2022

GS TEAM

Google News
Google News

બીજીંગ,તા.27 નવેમ્બર 2022, રવિવાર

ચીનમાં કડક કોવિડ પ્રતિબંધોના વિરોધમાં લોકોનો સખ્ત વિરોધ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને રાષ્ટ્રપતિ જિનપિંગ ખુર્શી છોડે તેવી માંગ કરી રહ્યા છે. બીજિંગ અને શાંઘાઈના મુખ્ય શહેરોમાં વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં લોકોના હાથમાં મિણબત્તી, પોસ્ટર્સ અને મોબાઈલની ટોર્ચ જોવા મળી રહી છે. તો વિદ્યાર્થીઓ કોરો કાગળ લઈને પણ પ્રદર્શન કરી રહ્યા છે.

ઉત્તર પશ્ચિમ ક્ષેત્રની રાજધાની ઉરુમલીમાં ગુરુવારે એક બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ લોકો ગુસ્સો ભરાયા છે. આ ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા તો અનેક લોકો ઘાયલ થયા હતા. પ્રદર્શન કરનારાઓએ આરોપ લગાવ્યો કે, કોવિડ પ્રતિબંધોના કારણે બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો, જેના કારણે લોકોના મોત નિપજ્યા.

રૉયટર્સના અહેવાલો મુજબ પ્રદર્શન કરી રહેલા લોકોએ ચીનનું શાસન સંભાળી રહેલ કોમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ચીનમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, જેના કારણે ચીન સરકારે ઘણા વિસ્તારોમાં કડક લોકડાઉન લાગુ કર્યું છે. ચીનમાં રવિવારે કોરોનાના 40 હજાર કેસ સામે આવ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પ્રદર્શન કરનારાઓ ‘કમ્યુનિસ્ટ પાર્ટી સ્ટેપ ડાઉન’, ‘શી જિનપિંગ સ્ટેપ ડાઉન’ અને ‘ઝિંજિયાંગમાં લોકડાઉન સમાપ્ત કરો’ના સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓને અટકાયત પણ કરી છે.

Tags :