મંગળ ઉપર જીવન હોવાની શક્યતા અંગે પ્રો. ગુપ્તા વણઉકેલ્યા ખગોળીય પ્રશ્નોના જવાબ આપે છે

- આ શોધમાં રામન્ સ્પેક્ટોગ્રાફીનો ઉપયોગ થયો છે
- મંગળ પર થયેલી શોધે ખગોળશાસ્ત્રનો સૈકાઓ જૂનો પ્રશ્ન ઉકેલ્યો છે : આપણે વિશ્વમાં શું એકલા જ છીએ ?
નવી દિલ્હી : આ અનંત વિશ્વમાં આપણે એકલા જ છીએ ? આ પ્રશ્ન સૈકાઓથી વિજ્ઞાાનીઓ અને જનસામાન્યના મનમાં ઘોળાયા કર્યો છે. હવે મંગળ ઉપર થયેલી શોધે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. બુધવારે નાસાએ જણાવ્યું હતું કે 'પ્રઝર્વન્સ રોવર' દ્વારા મંગળ ઉપરના કેટલાક ખડકોના નમૂના એકત્રિત કર્યા છે. તેની ઉપર માઈક્રોલિયલ બાયો સિગ્નેચર હોવાની સંભાવના છે. એટલે કે મંગળ તદ્દન ઠંડો ગ્રહ બની ગયો અને વેરાન થઇ ગયો તે પૂર્વે ત્યાં જીવન હોવાની શક્યતા હતી.
ધી નેચર મેગેઝિનમાં તે વિષે માહિતી આપી છે જેમાં જણાવ્યું છે કે આગ્રામાં જન્મેલા જીયોલોજિસ્ટ (ભૂસ્તરશાસ્ત્રી) પ્રો. સંજીવ ગુપ્તા જેવો અત્યારે ઇમ્પીરીયલ કૉલેજ લંડનના ડીપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં કાર્યરત છે. તેઓએ આ બાયો સિગ્નેચર વિષે માહિતી આપી છે.
આગ્રામાં જન્મેલા ગુપ્તા ૬ વર્ષની વયે જ પિતાશ્રી સાથે યુ.કે. ગયા પછી તેઓના પિતાશ્રીની ઇચ્છા વિરૂદ્ધ ઓક્સફર્ડમાં જીયોલોજી (ભૂસ્તરશાસ્ત્ર) અભ્યાસમાં રત થયા. તેઓના પિતાશ્રી તેઓને તબીબ બનાવવા ઇચ્છતા હતા.
૨૦૧૨થી તેઓ નાસાનાં ક્યુરિયોસીટી રોવરની કાર્યવાહી સાથે જોડાયેલા હતા. આ સંયંત્ર મંગળના ખડકોનો અભ્યાસ કરતું હતું. ૨૦૨૧થી તે વધુ કાર્યરત બન્યું. તે ખડકના નમુનાઓ ટાઈટેનિયમ ટયુબમાં એકત્રિત કરતું હતું. આવી ઘણી ટયુબો હતી. ૨૦૨૪માં તેને ખરા અર્થમાં સોનાની ખાણ મળી ગઈ. મંગળ ઉપરના ચેયાવા ફોલ્સ તરીકે જે વિસ્તારનું નામ વિજ્ઞાાનીઓએ આપ્યું છે ત્યાંથી મળેલા ખડકો ઉપર એવાં પ્રમાણો મળ્યાં છે કે જે પરથી કહી શકાયું કે ત્યાં જીવનનાં કોઈ ચિન્હો છે જ.
આ અંગે પ્રો.ગુપ્તાએ કહ્યું : મંગળ ઉપર જીવન શોધવું ઘણું મુશ્કેલ છે. વાસ્તવમાં પ્રિઝર્વન્સ જીવન શોધવા ગયું ન હતું. પરંતું તેણે જે પથ્થરો એકઠાં કર્યા છે તેની ઉપર જીવન હોવાની પૂરી સંભાવનાનાં ચિન્હો દેખાતાં હતાં. પ્રો.ગુપ્તાએ તે પથ્થરો પર માઇક્રોબ્સ (સુક્ષ્મ જીવાણુઓ) હોવાનું સ્પષ્ટ રીતે જણાવ્યું તેઓએ કહ્યું કે આથી ત્રણ બાબતો સ્પષ્ટ થાય છે (૧) તે વિસ્તારમાં (જેનું નામ ચેયાવા ફોલ્સ અપાયું છે) ત્યાં માઇક્રોબ્સ છે જ (૨) આપણે તેનો અભ્યાસ કરવો જ રહ્યો (૩) આ સાથે વધુ ડેટા મેળવી ખાતરીપૂર્વક કહી શકાય કે ત્યાં જીવનનાં ચિન્હો છે.
પ્રિઝર્વન્સનાં આધુનિક સંયંત્રોમાં પ્લેનેટકી ઇન્સ્ટ્રુમેન્ટ ફોર એક્સ-રે લિથો કેમિસ્ટ્રી શેરલૉક સ્કેનિંગ હેબિટેબલ એન્વાયરમેન્ટ્સ વિથ રામન એન્ડ લ્યુમિનેસન્સ ફોર ઓર્ગેનિક્સ એન્ડ કેમિકલ્સ તેમજ રામન સ્પેક્ટોગ્રાફીએ આ શોધમાં ચાવીરૂપ ભાગ ભજવ્યો છે.








